તાપી: તાપી જિલ્લાની સુગર ફેક્ટરી જે વર્ષો સુધી પડતર હાલતમાં હતી, જયારે આ વર્ષે ખેડૂતો માટે ખુલ્લી મુકવામાં આવી ત્યારે ખેડૂતો દ્વવારા ફેક્ટરીમાં શેરડી આપી એ વિશ્વાસ પર કે, ખેડૂત મિત્રને સારો ભાવ મળ છે પરંતુ આવું બની શક્યું નહીં અને વર્ષો પેલા જે ઘટના સર્જાઈ અને ફેક્ટરી બંધ થઇ ગઈ હતી એવું વાતાવરણ હાલમાં સર્જાઈ રહ્યું છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ખેડૂતો ને ન્યાય મળે એ ઉદ્દેશથી તાપી કોંગ્રેસ સમિતિ દ્વવારા તાપી કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું. સુગર ફેક્ટરી ચાલુ થવા પેલા ખેડૂતોને શેરડી ફેક્ટરીમાં આપે એના માટે ભલામળી વાતો કરી શેરડી સુગર ફેક્ટરીમા આપવા મજબૂર કર્યા અને ખેડૂતો પોતાના વિસ્તારની ફેક્ટરી હોવાથી એમના ઉપર વિશ્વાસ દાખવ્યો અને વ્યારા સુગર ફેક્ટરીમાં શેરડી આપી,

પરંતુ 1800 રૂપિયા બે હપ્તા પ્રમાણે ચૂકવામાં આવ્યા, અને આજ સુધી ખબર નથી કે ફેક્ટરીના કમિટી કેટલા રૂપિયા ચૂકવા માંગે છે જેથી ખેડૂતોની માંગ છે કે શેરડીનો સારો ભાવ મળે એવી વ્યવસ્થા ઉભી કરાવી જોઉએ.