ડેડીયાપાડા: ગતરોજ ડેડિયાપાડા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં વિકાસના કામોમાં હલકી ગુણવત્તાનો માલ મટીરીયલ વાપરતા હોય અને તાલુકા પંચાયત હેઠળના કામોમાં સળિયા ક્યાં છે અને કોને પૂછીને આ કામ કરો છો કોઈ ઓર્ડર આપેલો છે આમ કામ પર હાજર લેબર કે કોન્ટ્રાક્ટર કે સુપરવાઇઝરને ગામ લોકોએ જાહેરમાં પ્રશ્ન પૂછી વિડીયો વાયરલ કર્યો આજે સમગ્ર ઘટના ડેડીયાપાડા તાલુકાના ખુર્દી ગામે આરસીસી રસ્તો બનાવતા કોન્ટ્રાક્ટરને ગામ લોકોના સવાલો જે વિડીયો વાયરલ કરેલો છે…

Decision News ને મળેલી માહિતી મુજબ ગામના યુવાન દ્વારા આરસીસીના રોડમાં કેટલું મટીરીયલ વાપરેલું છે અને કેટલીક ગુણવત્તા વાળું કામ કરેલું છે જે તપાસ માટે ત્રિકમ થી તાત્કાલિક ધોરણે ત્યાં ઉભા રહેલા કોન્ટ્રાક્ટર પૂછ્યું તમને કયા વહીવટદારે કામ સોપ્યું..

સળગતા સવાલો

શું ડેડીયાપાડાની ખુરદી ગ્રામપંચાયતના ઘરના કોન્ટ્રાક્ટરો કામ કરે છે..?

તાલુકા પંચાયત અધિકારી ટેકનિકલ અધિકારીઓ ગ્રામ વિકાસમાં બનતાં રોડો પર શું ધ્યાન આપે છે..?

આવા ભ્રષ્ટાચાર સામે આવ છે તેમાં તાલુકા વિકાસ અધિકારી શું જવાબદારી.. નથી બનતી કે..