નવસારી: ચીખલી તાલુકામાથી યુવતીએ 181 પર કોલ કરી જણાવેલ કે ભૂતકાળમાં યુવક સાથે સબંધ હતો.પરંતુ છ મહિનાથી યુવક સાથે હવે કોઈ સંબંધ નથી. તેમ છતાં યુવક તેમની સાથેના ફોટાઓ સોશિયલ મીડિયા પર મૂકીને યુવતીને શરમજનક સ્થતિમાં મુકતા યુવાનને સમજાવવા 181ની મદદ લીધી હતી.
DECISION NEWS ને પ્રાપ્ત થયેલ માહિતી મજબ 181 મહિલા હેલ્પલાઇન ટીમ નવસારીને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર યુવતી એક યુવાન સાથે ત્રણેક વર્ષથી રિલેશનશીપમાં હતી. પરંતુ હાલ છ મહિનાથી યુવક સાથે કોઈ કોન્ટેક્ટમાં નથી અને તેમની સાથે લગ્ન માટે પણ ના પાડી છે. છતા તેમની સાથેના ફોટા યુવક ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકે છે અને ગામમા પણ મળે તો બધાની સામે હાથ પકડીને હેરાન કરતો હતો જેનાથી ત્રાસીને યુવતીએ અભ્યમ ની મદદ લીધી હતી.
અભયમ ટીમ દ્વારા યુવકને આ બાબતે પૂછપરછ કરતા તે નશાની હાલતમા હતો ગમે તેમ બોલતો હતો જેથી તેમના પરિવારમાંથી ભાઈ અને માતાએ જણાવેલ કે છોકરી લગ્ન કરવાની હતી જેથી ઘરે પણ આવતી હતી અને બંને લાંબા સમયથી રિલેશનમાં હતા. પણ એકાએક યુવતીએ સબંધ કાપી નાખતા મારો છોકરો ટેન્શનમા હોવાથી નશો કરે છે. જેથી યુવકના પરિવારને અને યુવકને સમજાવેલ કે છોકરી ના પાડે છે. તો હવે પછી રસ્તે મળે તો હેરાનગતી કે ફોટા વાઇરલ કરશો તો કાયદેસર કાર્યવાહી કરવામા આવશે. યુવકનો ફોન લઈ બધાજ ફોટા અને ચેટીંગ ડિલીટ કરી યુવકને કાયદાનું ભાન કરાવ્યું હતું. યુવતી ના પરિવારે અભયમ ટીમનો આભાર માન્યો હતો.











