નર્મદા: નાંદોદ તાલુકાના થરી ગામના ખેડુત પાસેથી કેળાના વેપારીએ લાખો રૂપિયાના કેળા ખરીદી એક્સપોર્ટ કર્યા હતા.પણ વેપારીએ ખેડુતને કેળાના રૂપિયા ન ચુકવી છેતરપિંડી કરતા ખેડુતે કોર્ટે કેસ કર્યો હતો.અને ખેડુતને 20 લાખ રૂપિયા ચુકવવા કોર્ટે વેપારીને આદેશ કર્યો છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ કેસની વિગત મુજબ બકુલચંદ્ર બલજીભાઈ ચૌધરી બારડોલી મુકામે જીનીશ ફાર્મ ફ્રેશ એકસીમ નામની ફર્મ ધરાવે છે.અને કેળા પકવતા ખેડુતો પાસેથી કેળા લઈ એક્સપોર્ટ કરે છે.નાંદોદ થરી ગામનાં અજીતસિંહ રાયસિંહ રાઠોડે બકુલચંદ્ર બલજીભાઈ ચૌધરીને કેળા સપ્લાય કર્યા હતા, જોકે લાંબા સમયથી કેળાના નાણાં ચુકવ્યા ન હતા. લાંબા સમય સુધી વેપારીએ ખેડુતને નાણાં પરત ન કરતા અંતે વેપારીએ ખેડુતને બેંક ઓફ બરોડાનો 20 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.જે ચેક ખેડુતે 1/09/2018 ના રોજ રાજપીપળાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામા રજૂ કર્યો હતો, જો કે વેપારીના ખાતામાં પૂરતા નાણાંના અભાવે એ ચેક બાઉન્સ થયો હતો.આ બાબતે ખેડૂતે પોતાના વકીલ પ્રતીક એ પટેલ મારફતે વેપારીને નોટીશ દ્વારા જાણ કરી હોવા છતાં વેપારી તરફથી કોઈ પ્રત્યુતર ન આપતા અંતે ખેડુતે વેપારી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

એ કેસ રાજપીપળાની કોર્ટેમાં ચાલી જતાં ખેડૂત તરફે વકીલ પ્રતીક એ પટેલ ની દલીલો ને ધ્યાને લઈ કોર્ટે ખેડુતને 20 લાખ રૂપિયા ચુકવવા વેપારીને આદેશ કર્યો છે.કોર્ટે બકુલચંદ્ર બરજીભાઈ ચોધરીને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબના શિક્ષા પાત્ર ગુનાના તહોમત માટે કસૂરવાર ગણી વેપારીને 01 એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ મળી કુલ 20 લાખ રૂપિયા ખેડુતને ચુકવવા આદેશ કર્યો છે.