ધરમપુર: આજરોજ ધરમપુરમાં રાજ્યપાલશ્રી અને માન.મુખ્યમંત્રીશ્રીને મામલતદારશ્રી ધરમપુર મારફત આદિવાસી વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાનોનો પ્રોજેક્ટ કેન્સલ કરવા બાબત રજુઆત કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ વીજકંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરતાં ઠેરઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે વડોદરા, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને જામનગર સહિતના શહેરોમાં સ્માર્ટ મીટરો લગાવતા વ્યાપક ફરિયાદો ઉઠી છે મીટરના છબરડાથી માંડીને વધુ વિજબીલને લઈને વીજ કંપની અને પ્રજા વચ્ચે સઘર્ષની સ્થિતિનું નિર્માણ થયું છે મોટાભાગે લોકોની ફરિયાદ છે કે ગુજરાત ની જનતા મોંઘવારી માંથી રાહતની રાહ જોઇને બેઠી છે ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે આવા સંજોગોમાં રાહત આપવાને બદલે સરકારે સ્માર્ટ વીજ મીટર લોકોને માથે થોપી બેસાડવા હિલચાલ આદરી છે એ કેટલું યોગ્ય ?

-સ્માર્ટ મીટર ફરજીયાત શું કામ ?

અમારા આદિવાસી વિસ્તારમાં મહત્તમ લોકો પાસે સ્માર્ટ ફોન નથી અને અનેક જગ્યાએ નેટવર્ક નથી અમારા લોકો સ્માર્ટ ફોન ક્યાંથી લાવશે. એક તરફ ગુજરાતમાં લાખો વીજ ગ્રાહકોને મોંઘી વીજળી અપાઈ છે તેમાં કોઈ રાહત અપાતી નથી ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટરના નામે ઉઘાડી લૂંટ કરવા સરકાર વીજ કંપનીને કેમ પીળો પરવાનો આપવા માગે છે
અમારા આદિવાસી પરિવારો રોજ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ઘણીવાર ઓછીના રૂપિયા લઈને 2-2 બીલની પેનલ્ટી સાથે સામટા પૈસા ભરે છે તો એ પ્રિપેઇડ કેવી રીતે રીચાર્જ કરશે. સરકારે લોકોની આટલી જ ચિંતા હોય તો GEB માં GETCO માં 66 KV સબ સ્ટેશનમાં હજારો કર્મચારીઓનું આઉટસોર્સિંગના નામે એજન્સીઓ શોષણ કરી રહી છે એ કર્મચારીઓને કાયમી ધોરણે નોકરી આપો.

કલ્પેશ પટેલ જણાવે છે કે આ સ્માર્ટ મીટર નો પ્રોજેકટ અમારા આદિવાસી વિસ્તારમાં જોઈતો નથી એવી આદિવાસી સમાજ વતી માંગણી કરવામાં આવી અને જો સ્માર્ટ મીટર આદિવાસી વિસ્તારમાં લગાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી તો આદિવાસીઓના અવાજને સડક થી લઈને વિધાનસભા સુધી વિરોધ થશે ની રજુવાત કરવામાં આવી છે.