કપરાડા: આદિવાસી વિસ્તારોમાં યુવાનોના આપઘાતના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે તેમાં એક યુવાનની આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે કપરાડાના અરણાઈ ગામના યુવકે મોટાપોઢા પાસે આવેલ પદ્માવતી કંપનીની નજીક એક આંબાના ઝાડની ડાળી પર પોતાના શર્ટ વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ આપઘાત કરનાર ભાવિન ધીરુભાઈ કાળાંત નામનો યુવાન કપરાડાના અરણાઈ ગામમાં ખોરી ફળિયામાં પોતાના દાદા-દાદી સાથે રહેતો હતો. પિતા મજૂરી કામ માટે વલસાડ ગયા હતા ગતરોજ વહેલી સવારે GJ-15-EC-4207 નંબરની બાઈક લઇ ભાવિન વાપીમાં રહેતી મમ્મીને મળવા માટે નીકળ્યો હતો. પણ ત્યાર પછી સવારના 9 વાગ્યાની આજુબાજુ ભાવિનની લાશ મોટાપોંઢા વાપી રોડ પર આવેલી પદ્માવતી કંપનીની બાજુમાં આવેલી એક આંબાની ડાળી સાથે શર્ટ વડે ફાંસો ખાધેલી હાલતમાં લાશ શંકાસ્પદ રીતે મળી આવી હતી.
ગામના આગેવાન સાથે વાતચીત કરતાં ખબર પડી કે ભાવિનને ગામમાં જ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો પણ અચાનક ભાવિનની લાશ શંકાસ્પદ રીતે આપઘાતની હાલતમાં લાશ મળી એ કુહુતલ ઉપજાવી રહ્યું છે. આમ ભાવિનની હત્યા કે આત્મહત્યા છે તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

