ચીખલી: આદિવાસી વિસ્તારોમાં અકસ્માતની ઘટના થમવાનું નામ નથી લઇ રહી ત્યારે સવારના 7:00 વાગ્યાની આસપાસ ધરમપુર ડેપોની સુરત રૂટની બસનો ચીખલી તાલુકાના રુમલા ઘોલારમાં અકસ્માત થયાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision News ના સૂત્ર ધરમપુરના રાજેશ રાઉતના જણાવ્યા અનુસાર સવારના 7:00 વાગ્યાની આસપાસ ધરમપુર ડેપોની સુરત રૂટની બસનો ચીખલી તાલુકાના રુમલા ઘોલાર ગામમાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસની પાછળની શીટ પર બેઠેલાં ત્રણ જેટલા મુસાફરોને ગંભીર ઈજા થઇ હતી. જેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ મુસાફરો કોણ હતા તેની જાણકારી Decision News ને હજુ મળી નથી.

આ અકસ્માતમાં બસના ડ્રાઇવર અને કંડકટરનો ચમત્કારિક બચાવ થયો હતો. માત્ર બસની મુસાફરી કરી રહેલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત બસની પાછળથી કન્ટેનરે દ્વારા અથડાતાં થયાની તસ્વીરો પરથી વાયરલ થઇ છે. લોકો કહે છે કે હવે લાગે છે ‘સલામત સવારી બસ અમારી‘ નું સૂત્ર બદલવાનો સમય આવી ગયો છે.