વાંસદા: આપણે જાણીએ જ છીએ કે વર્તમાન સમયમાં સ્વસ્થ પર્યાવરણનું સ્તર નીચે જઈ રહ્યું છે ત્યારે સામુદાયિક નહીં તો વ્યક્તિગત તો વ્યક્તિગત પગલાંઓ પણ પર્યાવરણને બચાવવા માટે દરેક વ્યક્તિએ પગલાં તો લેવા જ પડશે” એમાં કોઈ બેમત નથી.
વાંસદાના આદિવાસી યુવા PI કિરણ પાડવી Decision News સાથે વાત કરતાં જણાવે છે કે કોઈપણ મુસીબત કે મુશ્કેલી આવે ત્યારે જ આપણે ઓહાપોહ મચાવીએ છીએ હાલ જ્યારે ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે આપણે વધુ પડતી ગરમી અને પાણીના તંગી બાબતના પ્રશ્નો વધારે પડતાં રહે છે પણ જયારે આ સમસ્યા બાબતેનો તેને કોઈ હલ કરવાનો કે એનો સમાધાન શોધવાનો આપણે પ્રયાસ પણ કરતા નથી જે જરા પણ યોગ્ય નથી આ સમસ્યા દર વર્ષે રહે જ છે છતા આપણે આંખ આડા કાન કરીને માત્ર દેખાડા પૂરતા વૃક્ષો વાવીએ છીએ કે માત્ર પાણી બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ જે જરા પણ યોગ્ય નથી. દરેક વ્યક્તિ સંગઠન સમાજની સામૂહિક ભાગીદારીથી જ આ સમસ્યાઓનું નિરાકરણ શક્ય છે.
માત્ર દેખાડા પૂરતા નહીં પૂરતું કરેલા પ્રયત્નો વાસ્તવિક રીતે ધરાતલ પર દેખાવા પણ જરૂરી છે તો જ આ સમસ્યાઓનું ખરેખર નિરાકરણ આવશે બાકી દર વર્ષે આમ જ માત્ર ઓહાપોહ મચાવતા રહીશું અને પ્રકૃતિનો કેર એવો પડશે કે આપણામાં સહન કરવાની પણ શક્તિ નહીં રહે. સામુદાયિક નહીં તો વ્યક્તિગત તો વ્યક્તિગત પગલાંઓ પણ પર્યાવરણને બચાવવા માટે દરેક વ્યક્તિએ પગલાં તો લેવા જ પડશે તો જ આગામી સમયમાં પર્યાવરણના પ્રકોપથી બચી શકાશે.

