ઉચ્છલ: સરકાર દ્વારા યોજનાઓ મારફતે શહેર કે ગામનાં વિકાસ માટે કરોડોનું બજેટ આપે છે, જેના થી શહેર કે ગામોમાં વસવાટ કરતાં દેશના નિવાસીઓ એનો લાભ લઇ શકે. પરંતુ ઉચ્છલ તાલુકાના મોટાભાગના ગ્રામપંચાયત દ્વારા દરેક ગામમાં સ્મશાન ઘર બનાવામાં આવ્યા તેમજ હાલમાં પણ એ યોજનાનો લાભ ગ્રામજનો લઇ શકે એ ઉદ્દેશ્ય સાથે ઠરાવો પસાર કરી ગ્રામપંચાયત સ્મશાન ઘર બનાવે છે, પણ મોટો સવાલ એ છે કે “સ્મશાન ઘર કાર્યરત છે “?
Decision News ને મળેલી માહિતી મુજબ સાંપ્રત સમયમાં ઉચ્છલના મોટા ભાગના સ્મશાન ઘરો મૃત અવસ્થામાં પડ્યા છે, જે કાર્ય માટે સ્મશાન ઘરો બનાવામાં આવ્યા એ કામ થઇ રહ્યું નથી, આટલી મોટી બેદરકારી કોની..? હાલમાં તમે જોશો તો દેવચાંદની ગામમાં સ્મશાન ઘર બની રહ્યું છે જેનું કાર્ય પૂર્ણ થતા એ સ્મશાન ઘરનો લાભ કેટલો લેવામાં આવ છે એને એની દેખરેખ ગ્રામપંચાયત ઉપાળ છે કે પછી દૂર બાગવાની કોશિશ કરશે એ જોવું રહ્યું.
જો આ અહેવાલથી સ્મશાન ઘરો સાફ સુથરા બની જશે પણ જેના કામ માટે ઘર બનાવામાં આવ્યા છે, ‘એ કામ થશે’! જો સ્મશાન ઘરોનો ઉપયોગ લેવામાં આવતો નથી તો, એના કારણો કયાં? અને પ્રજામાં જાગૃતતા લાવશે કોણ ? એ મોટો પ્રશ્ન પ્રશાસન પર ઉભો થાય છે.