કપરાડા: જિલ્લાના કોઈ પણ વિસ્તારમાંથી સાપ દેખાયાનો મેસેજ મળે તો આ યુવાનો સાપનું રેસ્ક્યુ કરવા પહોંચી જાય છે. ઘટનાસ્થળે પહોંચી સાપોનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે પકડી જંગલમાં છોડી આવે છે. પારડી અને કપરાડા માં સાપનું નામ પડતાં જ ભલભલાના પરસેવા છૂટી જાય છે. પરંતુ પારડી તાલુકાના અરનાલા ગામના નીરવ પટેલ કે જે સાપોના ભયથી લોકોને દૂર કરવા અને સાંપોને બચાવવા માટે પ્રયાસ કરે છે. છેલ્લા 15 વર્ષમાં હજારોની સંખ્યામાં અલગ અલગ ઝેરી જીવજંતુ બિનઝેરી, તેમજ પશુ પક્ષીઓને બચાવી નવું જીવનદાન આપ્યું છે

અરનાલા ખાતે છેલ્લા 15 વર્ષોથી પોતાની જિંદગી નિઃશુલ્ક સાપ પકડવામાં વિતાવનાર અને સર્પ વિશેષજ્ઞા જાણકાર એવા નિરવભાઈ પટેલે તૈયાર કરેલી એનિમલ્સ સેવિંગ ગૃપ ની ટીમ સહિતના સેવાભાવી અને સર્પ ને બચાવવા ની નેમ ધરાવતા લોકો દ્વારા સાપને રેસ્કયુ કરવાની નિઃશુલ્ક કામગીરી ઘણા વર્ષોથી ચાલી રહી છે અને આ ટીમના સદસ્યો દ્વારા ગમે ત્યારે ફોન આવે તયારે રાત્રે, દિવસે, તડકે કે ચાલુ વરસાદે સ્થળ પર પહોચી જઈ સાપને રેસ્કયુ કરાતા હોય છે. જિલ્લા પંચાયત સંચાલિત વેદાંત આશ્રમ શાળામાં ઝેરી કોબ્રા સાપ હોવાની જાણ થતા જ આજુબાજુના લોકો જોવા ટોળે વળ્યા હતા અને ગ્રામજનો તેમજ આજુબાજુના સ્થાનીકોની કપરાડા વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ ને જાણકારી આપવામાં આવી હતી. દિવસે 5 વાગ્યે ઝેરી કોબ્રા સાપ જોવા મળ્યો હતો. પરંતુ ઝેરી કોબ્રા સાપને રેસક્યુ કરવામાં આવે કોઈ પણ ટીમ ના હતી. ગિરનાર ના યુવાનો દ્વારા અનેક વિસ્તારમાં સંપર્ક કરવામાં આવ્યો હતો.

અરનાલા ગામના નીરવ પટેલ ને મોડી રાત્રે મેસેજ મળતા ગિરનારા ની વેદાંત આશ્રમ શાળામાં ઝેરી કોબ્રા સાપ હોવાની જાણ થતા જ વિસ્તારને પરિચિત ના હોવા છતાં પણ પહોંચી ગયા હતા.આજુબાજુના લોકો જોવા ટોળે વળિયા હતા.આશ્રમ શાળાના મકાન માંથી ઝેરી કોબ્રા સાપ રેસક્યુ કરવામાં આવ્યો હતો. સલામતીથી રેસ્કયુ કરી સુરક્ષિત રીતે મુકત કરવામાં આવ્યો હતો. આજે પણ ભારતમાં અહિંસા પરમો ધર્મ નુ સુત્ર અપનાવાય છે અને ઝેરી હોવા છતા સાપ જેવા પ્રાણીઓને પણ લોકો પુછે છે અને બચાવે છે એ વાત સાથે ભારતની ધાર્મિકતા અને શ્રદ્ધા પણ સાપને બચાવવા માટે નિસ્વાર્થ ભાવે અને નિઃશુલ્ક સેવા આપતા નિરવ પટેલને બિરદાવી શકાય છે.