પ્રતિકાત્મક ફોટોગ્રાફ

નાંદોદ: ગતરોજ નાંદોદ તાલુકા તાલુકા પાસે ના ગામ થી એક યુવતીનો મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવેલ કે તેઓ અલગ જાતિના હોવાથી તેમના સસરા ભેદભાવ રાખી વ્યસન કરીને અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપે છે અને મારવા માટે આવે છે મને અને મારા પતિને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપે છે જેથી રાજપીપલા અભયમનો સંપર્ક કરતા તાત્કાલિક સ્થળ પર પહોંચી બન્ને પક્ષો વચ્ચે અસરકારક કાઉંસેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું

Decision Newsને મળતી માહિતી અનુસાર યુવતી જણાવતા કે અમારા સમાજના રિતી રિવાજ મુજબ પ્રેમ લગ્ન થયેલ. એક વર્ષ થયા અને બે મહિનાનું બાળક છે. અને હું અલગ જાતિ માંથી આવું છું. જેથી મારા સસરા મને ક્યારેય સારી રીતે સ્વીકારતા નથી અને લગ્ન થયેલ એક વર્ષ થી તેઓ માનસિક ત્રાસ આપે છે. વ્યસન કરીને આવે અને ખરાબ અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપે છે અને મારવા માટે આવે છે. ઘરમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપે છે. બાળક નાનું છે. આવી હાલત માં અમે ક્યાં રહેવા જઈએ અને ઘરનો કોઈ પણ સામાન તેઓ વાપરવા દેતા નથી ખુબ જ ભેદભાવ રાખે છે. મારા બાળક સામે જોતા પણ નથી. વારંવાર તેઓ અપશબ્દો બોલીને ત્રાસ આપતા હોવાથી મે અભયમનો સંપર્ક કર્યો ત્યારબાદ સામાપક્ષને પૂછ પરછ કરતા તેઓ જણાવતા કે તેઓ અલગ જાતિના છે અને ઘર પણ સંભાળીના શકે ક્યારેય મને ખાવાનું કે પાણી પણ પૂછતા નથી. તો મારા ઘરમાં હું એમને કંઈ રીતે રહેવા દેવ અને મારી મેહનતથી ઘર માં વસ્તુ ઓ મેળવી છે માટે હું એમને વાપરવા માટેના આપુ.

ત્યારબાદ અભયમ ટીમ દ્વારા તેમને શાંતિ પૂર્વક સમજાવ્યા અને કાયદાકિય સમજ આપી તેમજ જતી અંગે ભેદભાવના રાખી વહુને પણ દીકરી સમાન રાખે એવી સલાહ સૂચનો આપી આથી સામાપક્ષ તેમની ભૂલો સ્વીકારી સારી રીતે રાખશે. તેમજ કોઈ પણ રીતે હેરાનગતિ ના કરે જેની બાહેંધરી આપતા બન્ને પક્ષો વચ્ચે પારિવારિક ઝગડાનું સમાધાન કરાવેલ છે.