આહવા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ એસ.એસ.સી પરીક્ષાનુ પરીણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ડાંગ જિલ્લાનું એસ.એસ.સી.ની પરીક્ષાનુ 85.85 ટકા પરીણામ જાહેર થતાં, જિલ્લો રાજ્યમાં સાતમાં ક્રમે આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ જિલ્લામાં ચાલુ વર્ષે જિલ્લામા A1 ગ્રેડમા 40 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમા 309 B1 ગ્રેડમા 471, B2 ગ્રેડમા 666, C1 ગ્રેડમા 682, C2 ગ્રેડમા 261, D ગ્રેડમા 10, E1 ગ્રેડમા 327, E2 ગ્રેડમા 75 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. જેમાં દિપદર્શન શાળાની વિદ્યાર્થીની પ્રાચી ટંડેલે છ વિષયમાં કુલ 586 ગુણ મેળવી 99.97 પર્શનટાઇલ રેંન્ક સાથે જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
આહવા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક શ્રી પ્રજેશ ટંડેલ તેમજ આબાંપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી હેતલબેન ટંડેલની સુપુત્રીએ ડાંગ જિલ્લાનું ગૌરવ વધારતા જિલ્લા વહિવટી તંત્ર, શિક્ષણ વિભાગે અભિનંદન પાઠવ્યા હતા. ઉલેખનીય છે કે, ડાંગ જિલ્લામાં વર્ષ 2024 મા કુલ નવ કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાઇ હતી જેમાં કુલ 2841 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાથી 2439 વિધાર્થીઓ પાસ થયા હતા.

