ખેરગામ: પાણીખડકની ચક્ચારિક ઘટના જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં ખેરગામના પ્રતિષ્ઠિત અને સમાજસેવી આગેવાન ડો. નિરવ પટેલ પર જે 306 ની દુષ્પ્રેરણાનો કેસ થયો હતો જેમાં ગતરોજ નામદાર કોર્ટ નવસારી દ્વારા ડો. નિરવ પટેલને જામીન મળ્યા છે.

આ ઘટનાને લઈને Decision News એ આદિવાસી સમાજના લોકો સાથે વાત કરી તો તેઓ ખુશી વ્યક્ત કરતાં જણાવે છે કે આજે ઘણા સમયથી આદિવાસી સમાજના એક યુવા આગેવાન ભાઈ શ્રી ડોક્ટર નિરવભાઈ પટેલ કે જેમની ઉપર ખોટું ષડયંત્ર રચી એમની રાજકીય અને સામાજિક રીતે કારકિર્દી ખતમ કરવા માટેનો એક તખ્તો રચવામાં આવ્યો હતો જે આજે ન્યાયપાલિકા દ્વારા કેસને ઝીણવત ભરી તપાસ કરી સદંતર નિષ્ફળ બનાવવામાં આવ્યો અને ભાઈશ્રીને આછવણી વાળા કેસમાં જામીન મળી ગયા એ બદલ આપણે લાગણી સહ જોહાર શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે એમને જે એક બીજા કેસમાં પાછી ધરપકડ કરવામાં આવી છે એમાં પણ ટૂંક સમયમાં જામીન મળે એટલે આપણા યોદ્ધા ટૂંક સમયમાં જ આપણી સાથે પાછી સમાજની લડતમાં ખભે થી ખભો મિલાવીને ઊભા રહેશે…

ખેરગામ તાલુકાના પાણીખડક સર્કલ પર બનેલા આ બનાવને લીધે છેલ્લા ઘણા સમયથી ડો. નિરવભાઈ આપણાથી અને સમાજથી દૂર રહ્યા હતા પણ હવે પાછા એ જ બુલંદ આવાજ સાથે સમાજની લડતમાં ઊભા રહેશે. એમાં બેમત નથી.