વાંસદા: બે દિવસ પહેલા આવેલા પવન સાથે વરસાદે વાંસદાના ગામોમાં ઘરો પરના પતરા ઉડાડી દઈ ઘરમાં ભરેલા અનાજ અને પશુઓ માટે ભરેલા ઘાસચારાને નુકશાન કર્યું હતું તેને લઈને પરિવારજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા જેને લઈને વિવિધ પક્ષના નેતાઓ આ પરિવારની મુલાકાત લઇ રહ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદાના ગામોમાં ઘરો પરના પતરા ઉડાડી દઈ ઘરમાં ભરેલા અનાજ અને પશુઓ માટે ભરેલા ઘાસચારાને નુકશાન કર્યું હતું તેને લઈને મુશ્કેલીમાં મુકાયેલા પરિવારજનો મદદનો હાથ આપવા ભાજપના પીયુષ પટેલ સાથે વર્તમાન સાંસદ ઉમેદવાર ધવલ પટેલ પોહ્ચ્યા હતા જેના ફોટોગ્રાફ્સ વાયરલ થયા છે.  વાંસદા વિધાનસભાના મહુવાસ અને ઉપસળ ગામે કમોસમી વરસાદ અને વાવાઝોડામાં નાશ પામેલા વિવિધ ઘરોની મુલાકાત તેમણે લીધી હતી.

હાલમાં જુદા-જુદા ગામોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડામાં ભોગ બનનાર પરિવારોને થયેલા નુકસાનનો સર્વે કરી  સહાય ચૂકવવા સરકાર શ્રી દ્વારા કામગીરી શરૂ થઈ ગઈ છે અને ભાજપની ટીમ પણ યુદ્ધ ધોરણે રાહત કામગીરીમાં લાગી ગઈ છે.