વાંસદા: ગતરોજ 28,800 રૂપિયાના દારૂના જથ્થા સાથે નવસારી ACB એ બાતમી મળતાં જ તાત્કાલિક ધોરણે પગલા લેતા વાંસદા તાલુકામાં આવેલા ચાંપલધરા ગામના એક ઘરમાંથી બૂટલેગરને પકડી પાડવામાં સફળતા મળી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ નવસારીના પોલીસ વડા સુશીલ અગ્રવાલની સૂચના પ્રમાણે નવસારી ACB PI ડી.એસ.કોરાટ સ્ટાફ સાથે વાંસદા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે દરમિયાન હે.કો.યુવરાજસિંહ અને અ.હે.કો. અયાઝને બાતમી મળી કે વાંસદાના ચાપલધરા ગામના કોળીવાડમાં રહેતા રાજુભાઈ ભણાભાઈ તલાવિયાના ઘરે ઈંગ્લીશ દારૂનો જથ્થો છે. અને આમ બાતમીના આધારે તપાસ કરતાં 28,800 રૂપિયાનો ઈંગ્લીશ દારૂનો પકડી પાડ્યો હતો.

ચાપલધરા ગામ અચાનક પાડેલી આ રેડમાં પોલીસને ઈંગ્લીશ દારૂની 232 બોટલ 28,800ના રાજુભાઈ ભણાભાઈ તલાવિયા ઘરેથી મળી આવ્યો હતો. પોલીસે રાજુભાઈને પકડી ખરોલી હળપતિવાસમાં રહેતા મુકેશ હળપતિને વોન્ટેડ ઘોષિત કર્યો છે.