ધરમપુર: પૃથ્વી પરની કોઈપણ સદપ્રવૃત્તિ પૈસાના અભાવે અટકતી નથી…” એ મારું ખૂબ જ ગમતું વાક્ય છે.. વર્ષાબેન પટેલ કહે છે કે હું વાત  કરવાની છું આ વાક્યને ચરિતાર્થ કરતી અને પવિત્ર કર્મના સાક્ષી બનવાનો આજે મોકો મળ્યો.

શ્રી મિનેશભાઈ પટેલ ,વતન ગામ મહુડી ,નવસારી જીલ્લો અને નોકરી નો જિલ્લો ભરૂચ..મિનેશભાઈ ને સદપ્રવૃત્તિ અર્થે વિચાર આવતા એમણે એક પહેલ કરી અને સંકલ્પગ્રુપના નામે એક એવો યજ્ઞ આદર્યો કે જે શરૂઆતમાં એમણે બનાવેલા ગ્રુપમાં પાંચ છ સભ્યો શરૂઆતમાં જોડાયા.. એમાં મારા જીવનસાથી શ્રી એમ. આર. પટેલ અને અન્ય ચાર, પાંચ સભ્યોથી ગ્રુપની શરૂઆત કરી અને આજે આખું ગ્રુપ 8 whatsapp ગ્રુપ ધરાવતું અને 8000 સભ્યો ધરાવતું એક વટવૃક્ષ બની ગયું છે. જે સમાજના જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય, જરૂરિયાતવાળા વ્યક્તિઓને સહાય અને સમાજલક્ષી જરૂરિયાતલક્ષી કાર્યો સાથે કામ કરી રહ્યું છે. ત્યારે ટીમવર્કની શું તાકાત હોય ..!! એક શુભ આશય સાથે કરેલો વિચાર કેટલાયના સપનાઓને પાંખો આપી શકે એ મિનેષભાઈના નેતૃત્વમાં થઈ રહ્યું છે.

આજરોજ વલસાડ જિલ્લાના પાંચ વિદ્યાર્થીનીઓને ઉચ્ચ અભ્યાસ માટે નબળી પરિસ્થિતિને કારણે આર્થિક મદદ આ ગ્રુપ દ્વારા કરવામાં આવી.. જેમાં કપરાડાની વિદ્યાર્થીની કુ. પ્રતીક્ષા રાઉત (બીએસસી નર્સિંગ) અને જીનલ ગાંગોડા (હોમિયોપેથી બીએચએમએસ) માં અભ્યાસ માટે જે બંને મારી સ્કૂલ માલનપાડાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે અને જેમને સંકલ્પ ગ્રૂપ દ્વારા સહાય પહોંચાડવામાં આવી… એ બદલ સંકલ્પ ગ્રુપનો ઋણસ્વીકાર.. સાથે બીજી ત્રણ વિદ્યાર્થીનીઓ પાયલબેન, દ્રષ્ટિ અને ક્રિશા જેઓ મેડિકલ અને આયુર્વેદિક ઉચ્ચ અભ્યાસ કરી રહેલ છે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય એ ત્રણ દીકરીઓને પણ એક વિદ્યાર્થી દીઠ 20,000/-આર્થિક સહાય પહોંચાડવામાં આવી…
ખરેખર.. સંકલ્પગ્રુપ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે એક આશીર્વાદરૂપ છે.