ગતરોજ ધરમપુર તાલુકાના બસ ડેપોમાં છેલ્લા 20 વર્ષ થી ફરજ બજવતા સફાઈ કામદારને અચાનક નોકરી ન આવવાનું કહેતા મામલો ગરમાયો હતો અને વાતાવરણ તંગ બનતાં કલ્પેશ પટેલ ઘટનામાં મહિલાની મદદે આવ્યા હતા.
જુઓ વિડીઓ..
Decision News સાથે વાત કરતાં કલ્પેશ પટેલ જણાવે છે કે ધરમપુર તાલુકામાંના બસ ડેપોમાં ફરી ફરજ પર રાખવા બાબતે પ્રાંત અધિકારી શ્રી ધરમપુર,ડેપો મેનેજરશ્રી ધરમપુર,વાહન વ્યવહાર કમિશ્નર શ્રી ગુજરાત સરકારને રજુઆત કરવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે છેલ્લા 20 વર્ષ થી 6000/- જેટલા પગાર માં સફાઈ કામદાર તરીકે ફરજ બાજવતા મીરા બહેનને કહેવામાં આવે છે કે તમારે નોકરી પર આવવાનું નથી અને આવ્યા તો તમારો પગાર પણ આપવામાં આવશે નહિ છતાં પણ એ બહેન દ્વારા દરરોજ સમય પ્રમાણે ફરજ પર હાજર રહી પોતાની ફરજ બજાવે છે અને છતાં પગાર આપવામાં આવતો નથી. શુ કોરોના જેવા કપરા સમયમાં પણ એમને પોતાની ફરજ બજાવી એની પણ કોઈ કિંમત નથી, આ બહેનની કંઇક ભૂલ કરી હોય તો એમને સુચના આપવી જોઈએ ન કે નોકરી પરથી કાઢી મુકવી જોઈએ