ચીખલી: તમારે ડાન્સિગ કાર કે બાઈક ચલાવવી હોય તો માંડવખડકના શિંગળવેરી ફળિયામાંથી ખેરગામ હાઈવેને જોડતા રસ્તા પર તમારું વેલકમ છે.. એક વખત જરૂર મુલાકાત લો..ચીખલી તાલુકાના છેવાડાનું ગામ એટલે માંડવખડક.. અને તેના શિંગળવેરી ફળિયામાંથી ખેરગામ હાઈવેને જોડતો રસ્તો છેલ્લા એક વર્ષથી ખખડધજ હાલતમાં હોવાથી ગ્રામજનો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.

Decision News ને મળેલી ફરિયાદમાં લોકો જણાવે છે કે આ રસ્તો છેલ્લા કેટલાક સમયથી ખખડધજ બની ગયો છે અહીંથી પસાર થતાં વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા બનતા બચી રહ્યાના કિસ્સાઓ સાંભળવા મળવા લાગ્યા છે. કોઈ ચાલક કે મુસાફરો જીવ ન જાય તો સારું એવું રસ્તે ચાલતા જતા લોકો દુઆ માંગી રહ્યા છે ત્યારે આવા સમયે તંત્ર કેમ કોઈ પગલાં લઇ નથી રહ્યું એ વિચારશીલ પ્રશ્ન છે.

શિંગળવેરી ફળિયાના લોકો કહે છે કે નરેશ પટેલની મહેરબાની થી રાજકીય નેતાઓ પોતાના ઘર સુધી રસ્તો બનાવી રહ્યા છે પણ આ જાહેર રસ્તા પર થીંગડા પણ મરાતાં નથી. શું નરેશ પટેલ ચીખલી વાંસદાના ધારાસભ્ય છે શું માંડવખડક તેમના મત વિસ્તારમાં આવે છે ? શું તાનાશાહી છે નરેશ પટેલની કે તેઓ લોકોના અવરજવર માટે રસ્તો ફાળવવા દેતા નથી અને પોતાના નેતાઓને ઘર સુધીના રસ્તાઓ બનાવવામાં મદદ કરી રહ્યા છે. ‘અનંત પટેલ’ના મત વિસ્તારમાં આવતા માંડવખડક ગામના વિકાસના કામો શું ‘નરેશ પટેલ’ નક્કી કરે છે ? આ ફળિયાના લોકોની વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને અપીલ છે કે આ બાબતે કોઈ પગલાં ભારે નહિ તો ગામના યુવાઓ વડીલો અને મહિલાઓના આક્રોશનો ભોગ બનાવાનો વારો આવશે.