ડેડિયાપાડા: ડેડિયાપાડા તાલુકાના મધ્યમાં એટલે કે તાલુકા મથકે આવેલ બેંક ઓફ બરોડનું ATM રાત્રિના સમયે શટર બંધ કરી દેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હાલ સામાજિક, લગ્ન પ્રસંગનો સમયગાળો ચાલી રહયો છે. સાથે રાત્રિનાં સમયે કોઈ ઈમરજન્સી હોસ્પિટલ, મુસાફરી અન્ય જરૂરી કામ અર્થે રોકડ પૈસાની જરૂરિયાત પડે ત્યારે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
મહત્વનું છે કે, ATM બહાર બોર્ડ લગાવેલ હોઈ કે 24 કલાક લોકો પૈસા ઉપાડી શકે એના માટે સુવિધા ઉપલબ્ધ કરાવે છે પરંતુ આ માત્ર લખવા પૂરતું જ હોઈ એવુ રાત્રિના સમયે ATM બંધ હોઈ જેથી સ્પષ્ટ દેખાઈ આવે છે. આ સાથે AC માં પણ ટેકનિકલ ખામીઓ હોવાથી કૂલિંગ થતું નથી એવી ફરિયાદ ઉઠવા પામી છે.
મળતી માહિતી અનુસાર નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકા મથક પર ઈમરજન્સી, હોસ્પિટલ , લગ્ન પ્રસંગે, મુસાફરો દુર-દુર સુધી મુસાફરી કરવા માટે તાલુકા મથકે આવતા હોય છે. તેઓને રોકડ નાંણાકિય વ્યવહાર કરવા માટે અને એટીએમનો ઉપયોગ કરવા માટે બેકીંગ સુવિધા હોવાથી લોકો સરળતા રહે છે. પરંતુ એટીએમ સેન્ટર રાત્રિ ના સમયે બંધ કરી દેતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બેંક ઓફ બરોડા દ્વારા તત્કાલીન ડેડિયાપાડા તાલુકા મથકે આવેલ ATM 24 કલાક ખુલ્લું રહે એવી વ્યવસ્થાઓ ગોઠવી પુરતી નાંણાકિય સુવિધા ઉપલબ્ધ કરાવવા માગ કરી છે.

