છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી લાઇમ લાઈટમાં આવતો જોવા મળી રહ્યો છે ત્યારે ગતરોજ બોગસ સિંચાઈ કચેરી કૌભાંડના મુખ્ય આરોપીનું મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે.

જુઓ વિડીઓ…

Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ બોગસ સિંચાઈ કચેરી કૌભાંડના મુખ્ય આરોપી મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપુતનું મોત થઇ ગયું છે સંદીપ રાજપૂતને જેલમાં છાતીમાં દુઃખાવો થતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને ત્યાં હોસ્પિટલમાં જ તેનું મોત થયું હતું.

હોસ્પિટલના ડો. સ્ટાફનું કહેવું હતું કે હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે. ઉલ્લેખનીય છે કે સંદીપ રાજપૂત દ્વારા 21.75 કરોડ રૂપિયાનું કૌભાંડ આચારાયું હતું. અત્યાર સુધી આ મામલે 12 આરોપીઓ ઝડપાયા. હજી 7 આરોપીઓ પકડવાના બાકી