નર્મદા: બાળકોના જીવન ઘડતરમાં માં-બાપ ની જેમ શિક્ષક પણ અગત્યનો ભાગ ભજવતો હોય છે ત્યારે ગતરોજ જાયન્ટ્સ ગૃપ ઓફ કલોલ મેઈન દ્વારા કલોલ ના સ્વામિનારાયણ ગુરુકુળ હોલ ખાતે “ગુજરાત ગૌરવ સન્માન:૨૦૨૪” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી આવેલા શિક્ષણ જગતના યોદ્ધા સમાન તથા શિક્ષક તરીકેની કારકિર્દીમાં સફળ 100 શિક્ષક ભાઈ બહેનોનું શીલ્ડ તથા સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમ અંતર્ગત દંતાલી પ્રાથમિક શાળાનાં હોનહાર અને ઇનોવેટિવ શિક્ષક શ્રી નિલેશકુમાર એમ. પ્રજાપતિએ નાની ઉંમરે જ આ સન્માન મેળવતા સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

આ પ્રસંગે ગુરૂકુળના મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામીશ્રી પ્રેમસ્વરૂપદાસજી, ગુજરાત રાજ્ય ના ઉ.મા. શિક્ષણ બોર્ડના મદદનીશ સચીવ પુલકીતભાઈ જોષી, શિક્ષણવિદ તખુભાઈ સાંડસુર તેમજ જાયન્ટ્સ ફેડરેશનના તત્કાલીન પુર્વ પ્રમુખ ભરતભાઇ પટેલ, ચીફ કૉ ઑર્ડિનેટર અશ્ર્વિનભાઈ પટેલ, યુનિટ ડાયરેક્ટર મુકેશભાઇ પરમાર (ઍડવોકેટ), ગૃપ પ્રમુખ રાકેશભાઈ પંડ્યા, મંત્રી મનીષભાઈ ગાંધી તેમજ ગૃપ ના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌએ દંતાલી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નીલેશકુમારને કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.