નાનાપોઢા: કપરાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રે બાબુ ચૌધરીને તેમની કલમ શક્તિના કારણે સમગ્ર વિસ્તારમાં અનોખું સ્થાન ધરાવે છે. તેથી તેઓને ગાંધી પીસ ફાઉન્ડેશન નેપાળ દ્વારા કર્તવ્ય દક્ષ ફાઉન્ડેશન નાસિક ખાતે માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.

Decision news ને મળેલી જાણકારી મુજબ બાબુ ચૌધરીને તેમની પ્રથમ નવલકથા “ખિનુ” જે સંદર્ભે “પ્રાઇડ ઓફ ભારત” એવોર્ડ થી સન્માનિત કર્યા હતા. તેઓને પત્રકારત્વ સંદર્ભે વેલફેર એસોસિએશન વલસાડ દ્વારા અલગ અલગ કેટેગરીમાં 2020, 2023 અને 2024માં એવોર્ડ પ્રાપ્ત થયા હતા. જયારે હાલે સાપુતારા ખાતે બાળશાસ્ત્રી જાંભેકર પત્રકાર એસોસિએશન દ્વારા”નેશનલ એક્સલન્સ ” એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે”નેશન બિલ્ડર એવોર્ડ”2021માં સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેઓની સાહિત્ય અને લેખન સર્જન શક્તિને આગવી ઓળખ આપી ગાંધી પીસ ફાઉન્ડેશન નેપાળ દ્વારા નાસિક ખાતે ડૉ. લાલબહાદુર શાસ્ત્રી, સ્વામી કાંતાનન્દજી, સ્મિતા પ્રભુ, ડૉ. સુનિલસિંહ પ્રદેશીના હસ્તે માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.