વલસાડ: ભારતની પ્રથમ સંસદીય ચૂંટણી પછીથી, એવું જોવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ બેઠક નક્કી કરતી આવી છે કે ભારતનો પ્રધાનમંત્રી કયા પક્ષનો બનશે. શું આ વખતે પણ વલસાડના આ લોકવાયકા સાચી સાબિત થશે ખરી..?
1951-52ની પ્રથમ લોકસભા ચૂંટણીથી 1971 સુધી વલસાડથી કોંગ્રેસના નાનુભાઈ પટેલ ચુંટણી જીત્યા અને નાનુભાઈ પટેલ વલસાડ જીત્યા ત્યારે કોંગ્રેસ સામાન્ય ચૂંટણી જીતી હતી. નાનુભાઈ પટેલ કોંગ્રેસ છોડીને જનતા પાર્ટીમાં જોડાયા અને 1977માં તેમના ઉમેદવાર તરીકે ચૂંટણી લયા. જનતા પાર્ટી વિજયી બની અને જનતા પાર્ટીના મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા.
1980માં કોંગ્રેસે વલસાડમાંથી ઉત્તમભાઈ પટેલ ચુંટણી લડતા અને જીત્યા. પરિણામે કોંગ્રેસના ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં. તેમની હત્યા અને 1984માં કોંગ્રેસ દ્વારા ઉત્તમભાઈને ફરી ચુંટણી લડયા જીત્યા અને કોંગ્રેસ ફરીથી જીતી અને રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. 1989માં વલસાડમાંથી અર્જુનભાઈ પટેલ જીત્યા હતા. તેઓ જનતા દળનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારે જનતા દળના વીપી સિંહ વડાપ્રધાન બન્યા. 1991ની સામાન્ય ચૂંટણીમાં ઉત્તમભાઈ પટેલ ફરી કોંગ્રેસની ટિકિટ પરથી જીત્યા. કોંગ્રેસના પીવી નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા. 1996માં પહેલીવાર વલસાડમાંથી ભાજપના સાંસદ મણીભાઈ ચૌધરી જીત્યા હતા. કેન્દ્રમાં ભાજપે તેની સરકાર બનાવી અને માત્ર 16 દિવસ માટે અટલ બિહારી વાજપેયી પ્રથમ વખત વડા પ્રધાન બન્યા. 1998 અને 1999માં મણીભાઈ ફરી વલસાડ બેઠક જીત્યા.
2004 અને 2009માં કોંગ્રેસના કિશન વસ્તાભાઈ પટેલ વલસાડ લોકસભા બેઠક પરથી જીત્યા અને કોંગ્રેસની આગેવાની હેઠળ યુપીએએ કેન્દ્રમાં સરકાર બની. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનાના ડૉ. કે.સી. પટેલ જીત્યા અને નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા. ડૉ. કે.સી. પટેલ 2019માં બીજેપીના ઉમેદવાર તરીકે ફરી ચૂંટાયા મોદી બીજી વખત પીએમ બન્યા.
હવે 2024માં વલસાડ લોકસભા બેઠક INDIA ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલ અને ભાજપના ધવલ પટેલ વચ્ચે જંગ થવાનો છે અને આ વખતે ગુજરાતમાં સૌથી વધુ મતદાન વલસાડમાં થયાના આંકડા બહાર આવ્યા છે ત્યારે જોવાનું રસપ્રદ રેહશે કે વલસાડ ભારત પર શાસન કરતી સરકારને ચૂંટતી બેઠક તરીકે બની રહે છે કે પછી.. ઈતિહાસ બદલાશે..?