ભરૂચ-નર્મદા: લોકસભા ચૂંટણી 2024નું ત્રીજા તબક્કાનું મતદાનનો પ્રારંભ થતાં સવારથી જ મતદાન મથકો પર લાઈનો લાગી હતી ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે રાજેન્દ્ર સ્કૂલ ખાતે તેમની પત્ની સરસ્વતીબેન સાથે મતદાન કર્યું.
Decision News ને મળેલી જાણકારી મુજબ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે રાજેન્દ્ર સ્કૂલ ખાતે પત્ની સરસ્વતીબેન સાથે મતદાન કર્યું. મતદાન કરવાનો મળેલો અધિકાર લોકો ઉપયોગ કરે અને ચોક્કસ મતદાન કરે એવી મનસુખ વસાવાએ અપીલ કરી હતી.
આમ જોઈએ તો આ વખતે ભરૂચ લોકસભા બેઠક માટે 13 અને છોટા ઉદેપુર બેઠક માટે 6 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ગત્ત એપ્રિલ માસની સ્થિતિએ 4.61 લાખ મતદારો નોંધાયા છે. તેમાંથી 15,436 મતદારો પ્રથમ વખત મતદાન કરશે.