નર્મદા-ભરૂચ: આજે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું ત્યારે ડેડીયાપાડાના આદિવાસી ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના INDIA ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઇ વસાવાએ પોતાના પરિવાર સહિત વહેલી સવારે મતદાન કરી લોકોને પણ મતદાન કરવા આપી કરી હતી.

લોકશાહીના મહાપર્વની ઉજવણી કરતાં ચૈતરભાઈ વસાવાએ મતદાન કર્યા બાદ Decision News સાથે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભારત દેશ એક વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે અને આપણા દેશના તમામ પુખ્ત વયના લોકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે. ત્યારે આપણે સૌની જવાબદારી બને છે કે આપણે આપણા પરિવાર સહિત મતદાન કરીએ.

આ ઉપરાંત તેમણે કહ્યું કે તમારો એક એક મત દેશના નિર્માણ માટે ખૂબ જ જરૂરી છે, માટે હું તમામ લોકોને અપીલ કરું છું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતે સહભાગી બને અને આ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરે.