ચીખલી: એક દિવસ પહેલાં કલીયારી ગામના પોતાના પરિવાર સાથે રહેતા ચીખલી તાલુકાના બજારમાં સ્પેર પાર્ટની દુકાનમાં કામ કરી પોતાનું પેટીયું રળતાં મનિષ મહેશભાઈ પટેલ નામના યુવક સાથે અકસ્માતની ઘટના બનતા તેનું મોત થયાનું બહાર આવ્યું છે .
Decision News ને મળેલી માહિતી મુજબ 21 વર્ષના મનિષ મહેશભાઈ પટેલ ચીખલી તાલુકાના કલીયારી ગામમાં પોતાના સહ પરિવાર સાથે રહેતા હતા. તેઓ ચીખલીમાં સ્પેર પાર્ટની દુકાનમાં કામ કરતા હતા ત્યારે એક દિવસ પહેલાં તેઓ દુકાનમાં કામ પતાવી સાંજના સમયે પરત પોતાની GJ-21-BD-2901 નંબરની પલ્સર બાઈક લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રાનકૂવાથી રૂમલા જતા રોડ પર ખુડવેલ ખલીફા ફળિયા પાસે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઇક સાથે રોડ પર પડયા અને તેની આંખ અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઇ ગયું હતું.
આ ઘટનાની જાણ મૃતકના પિતા મહેશ દેવાભાઈ પટેલ દ્વારા કરવામાં આવતાં હાલમાં PSI એમ.કે.ગામીત આગળની કાર્યવાહી કરી રહ્યા છે.