ચીખલી: ઘણાં દિવસ પહેલાં ચીખલીના માણેકપોર નહેર પર ટ્રકમાં લાગેલી આગનો ચીખલી પોલીસએ ચોંકાવનારો રાઝ શોધી કાઢયો છે. લાખોના કલેમનો પ્લાન નિષ્ફળ ચીખલી પાસે કપાસનો વેસ્ટ બાળી વીમા કંપનીને 29 લાખનો ચૂનો ચોપડવાનો પ્રયાસ કરનાર ટ્રક ડ્રાઈવર અને માલિક સહિત 4 સામે ગુનો નોંધાયો છે.
ગેરકાયદેસર વીમો પકવવા માટે લોકો અવનવા પેંતરા અજમાવતા હોય છે. જેમાં લાખો કરોડોના કિંમતી માલસામાનને નુકસાન પહોંચાડી ક્લેમ કંપની પાસે પૈસા પકવતા હોય છે. છેતરપિંડીના આવા અનેક બનાવો પ્રકાશમાં આવતા હોય છે, વીમા કંપનીને 29 લાખ રૂપિયા નો ક્લેમ કરી ચુના ચોપડવોનો પ્લાન ચીખલી પોલીસે નાકામ બનાવ્યો છે, જેમાં બે આરોપીની ધરપકડ કરીને અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસ ચોપડે નોંધાયેલી ઘટના કઈક આમ છે
તારીખ 23મી એપ્રિલના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા રાનકુવાથી ચીખલી જતાં રસ્તામાં અચાનક ટ્રકમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતાં આગ લાગી ગઈ હતી. જેમાં ટ્રકમાં ભરેલા કપાસના કાર્ટૂન તથા ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો, આ ટ્રકમાં કુલ. 29,96,261 ની કિંમતનો જથ્થો તેમજ 12 લાખની કિંમતની ટ્રક પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ અકસ્માત મામલે ચીખલી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
સત્ય ઘટના શું છે..?
આ સમગ્ર મામલે ચીખલી પોલીસને શરૂઆતથી જ ટ્રક માલિક અને ડ્રાઈવર ઉપર શંકા હતી. જેના આધારે તપાસ કરતાં FSL ને ઝીણવટભરી પૂર્વકની તપાસ શરૂ કરી હતી. જેમાં સત્ય બહાર આવ્યું હતું કે ટ્રક ડ્રાઈવર આરીફ શબ્બીર મન્સૂરી અને ટ્રક માલિક ખલીલ નજર મોહમ્મદ મન્સુરી સહિત અન્ય બે શાહરૂખ મુબારક મન્સૂરી તથા સદામ ક્યારે મળીને નંદુરબાર માર્કેટમાંથી કપાસનો જથ્થો ભરી લાવી નવસારીની હદમાં વહેલી સવારે કપાસના ઓરીજનલ કાર્ટૂન અન્ય ટ્રકમાં ટ્રાન્સફર કરી બીજા ટ્રકમાંથી કપાસનું વેસ્ટ જેવું મટીરિયલ ઉપર ડીઝલ છાંટી સળગાવી દીધું હતું. બીજી તરફ 29 લાખ રૂપિયાના સારી કવોલિટીના કપાસના જથ્થાને આ ટોળકી એ બજારમાં વેચી દીધું હતું. બળેલા વેસ્ટ જથ્થાના નુકસાનનાં બદલામાં ટ્રક તેમજ કપાસના જથ્થાનો ક્લેમ કરી વીમા કંપની પાસે લાખો રૂપિયા ઉસેટવાનો પ્લાન હતો. પણ ચીખલી પોલીસે એફએસએલની મદદ આ ટોળકીનો મનસુબો નાકામ બનાવ્યો હતો. વીમા કંપનીને ચૂનો લગાવવાના પ્રકરણમાં પોલીસે આરોપી આરીફ શબ્બીર મન્સૂરી તેમજ ખલીલ નજર મોહમ્મદ મન્સુરીની ધરપકડ કરવામાં આવી છે તેમજ મદદગરીમાં શાહરૂખ મુબારક મન્સૂરી તેમાં સદ્દામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.