વાંસદા-ડાંગ: સોનાનાં વૃક્ષો તરીકે ઈતિહાસમાં જાણીતા મહુડાના વૃક્ષો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે. માર્ચ મહિનામાં મહુડો સોળે કલાએ ખીલી ઉઠે છે એટલે તમામ કવિઓ લેખકો એને સોનાનું વૃક્ષ કહે છે. મહુડાના વૃક્ષ પર આ સમયે મહુડાના ફૂલ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. અને મહુડા લાગે છે.
Decision News સાથે વાત કરતાં PI કિરણ પાડવી જણાવે છે કે આ મહુડાનો ઉપયોગ ઔષધિ તરીકે,વિવિધ દવાઓ બનવવા, દેશી દારૂ બનાવવા તથા આરોગ્ય વર્ધક તરીકે થાય છે. શિયાળામાં મહુડાનું ગોળ સાથે સેવન કરવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે. ઉનાળામાં મહુડાના વૃક્ષ પર ડોળી નામનું ફળ લાગે છે. આ ડોળીને ફોડીને એને સુકવવામાં આવે છે ત્યારબાદ એનું પિલાણ કરવામાં આવે છે. આ ડોળી માંથી તેલ પ્રાપ્ત થાય છે. જે આરોગ્ય માટે ખૂબ જ સારું હોય છે.
આદિવાસીઓ મોટાભાગે આ જ તેલનો ઉપયોગ કરે છે પોતાની રસોઈ બનાવવા માટે, આદિવાસી મહુડા વીણીને એને વેચી દે છે. જેથી એમને એમનું જીવન નિર્વાહ કરવા માટે આવક પ્રાપ્ત થાય છે. તેથી આદિવાસીઓ માટે મહુડાનું વૃક્ષ જીવાદોરી સમાન છે.