ધરમપુર: સત્તાના જોરે બેફામ બનેલા બૂટલેગરે એમ્બ્યુલન્સમાં મહારાષ્ટ્રથી નવસારી વિદેશી દારૂનો જથ્થો લાવી રહ્યો હતો ત્યારે સીટી પોલીસની ટીમને બાતમી મળી જતા ધરમપુર ચોકડી પાસે એમ્બ્યુલન્સને અટકાવી તપાસ કરવામાં આવી તો 33 વિદેશી દારૂની બોટલોનો જથ્થા મળી આવ્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ PC ભાવેશભાઈને મળેલી બાતમીના આધારે એક એમ્બ્યુલન્સમાં મહારાષ્ટ્રના દહાણુંથી વિદેશી દારૂનો જથ્થો લઈને એમ્બ્યુલન્સ ચાલક નવસારી જઈ રહ્યો હતો ત્યારે વલસાડ સીટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ધરમપુર ચોકડી પાસે વોચ ગોઠવી એમ્બ્યુલન્સને અટકાવી ચેક કરતા એમ્બ્યુલન્સની આડમાં નવસારી લઈ જવાતો 33 બોટલ દારૂનો જથ્થો સીટી પોલીસે ઝડપી પાડ્યો હતો.
હાલમાં એમ્બ્યુલન્સ ચાલકની ધરપકડ કરી સીટી પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને એમ્બ્યુલન્સ મળી કુલ 7 લાખથી કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ કરવામાં આવી રહી છે.