જંબુસર: દક્ષિણ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે  આદિવાસી લોકનાયક ચૈતર વસાવા મતદારોને રીઝવવા કોઈ કસર છોડવા માગતા ન હોય તેમ તેમણે લોકો માટે જલેબી બનાવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ભરૂચ લોકસભા બેઠક પર INDI ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા જંબુસર પંથકમાં ચૂંટણી પ્રચારમાં હતા. ત્યારે પ્રચાર દરમિયાન ફરસાણની એક દુકાન પર જલેબી બની રહી હોઇ ચૈતર વસાવા ત્યાં બેસી ગયા હતા અને જલેબી બનાવવા લાગ્યા હતા.

આ મુજબ જ રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હીરા ઘસતા જોવા મળ્યા હતા. તો વલસાડ લોકસભા બેઠકના INDIA ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલની જીવન અને લોકોને ન્યાય મળે એવા ઉદ્દેશ સાથે કરેલા કામગીરીની ફિલ્માંકન કરવામાં આવી રહ્યું છે. જ્યારે વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ‘મારિયો’ ગેમ બનાવી વાયરલ કરી હતી.