વ્યારા: વ્યારા સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ અટકાવવા સંદર્ભે આદિવાસી સમાજમાં આક્રોશની સ્થિતિ હતી.આ સંદર્ભે આજરોજ વિડિયો સંદેશ મારફતે જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયાએ પ્રથમવાર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
જુઓ વિડીયો…
વિડિયોમાં જણાવ્યા મુજબ માત્ર હોસ્પિટલ ખાનગી ના કરવી તે વિકલ્પ કે માંગણી ના હોય શકે તેમ જણાવી સુચન કર્યુ છે કે તાપી જીલ્લામાં આવેલ દરેક સરકારી હોસ્પિટલોને આધુનિક અને સુસજ્જ બનાવવા જીલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નાગરિકોની એક સમિતિ બને જે દરેક હોસ્પિટલોનું મોનિટરિંગ કરી જીલ્લાના કોઈ પણ નાગરિકને સારવાર માટે તકલીફ ના પડે તેમ સરકારી હોસ્પિટલોને મજબુત બનાવવા સરકારે ગ્રાંટ ફાળવવી જોઈએ. સાથે જ જે પણ આગેવાનો આ બાબતે આગળ વધવા માંગતા હોય તેમની પડખે ઉભા રહી તેમને સામાજીક સંગઠનો દ્ધારા સમર્થન રહેશે તેમ પણ રોમેલ સુતરિયાએ જણાવ્યું હતું.
વિડિયોની શરુઆતમાં જીલ્લામાં વ્યારા હોસ્પિટલના આંદોલનનું શું થયું કેમ થયું આ બાબતે બોલવાનું ખુબ જ સુચક રીતે ટાળ્યું હતું.પરંતુ રોમેલ સુતરિયાની પ્રતિક્રિયા બાદ એક વાત ચોક્કસ છે કે હોસ્પિટલના ખાનગીકરણની થી વિપરિત જીલ્લાની સરકારી હોસ્પિટલોને મજબુત બનાવવા ખરેખર પ્રશાશન અને નાગરિકોના સમન્વય સાથે સમિતિની રચના કરી એક મોનટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવે તો જીલ્લામાં ઉચ્છલ થી સોનગઢ અને સોનગઢથી વ્યારા અને પાછું વ્યારાથી સુરત રિફર કરી હેરાન થતા દર્દીઓ અને તેમના પરિજનોની મુશ્કેલીઓનો અંત આવી શકે. પરંતુ જોવાનું તે છે કે ખરેખર જીલ્લાના નાગરિકોની પડતી તકલીફો માટે વ્યારા તો ઠીક અન્ય હોસ્પિટલોની મજબૂતી માટે કોઈ આગેવાન જવાબદારી ઉપાડશે કે પછી માત્ર ખાનગીકરણના નામે રેલી ધરણા અને ઉર્સજા વેડફી સમગ્ર મામલો થાળે પડી જશે?
વ્યારા સરકારી હોસ્પિટલનાં આંદોલન બાદ હોસ્પિટલ ખાનગી થઈ ગઈ છે કે તે રોકવામાં આવી છે કે કેમ? તેનાથી પણ જીલ્લાના નાગરિકો આજદીન સુધી અજાણ છે.ત્યારે રોમેલ સુતરિયા દ્વારા સુચક વિડિયો સંદેશ આપ્યો છે ત્યારે સમગ્ર વિષયને એક નવી દિશા મળે તો નવાઈ નહીં. હવે જોવાનું તે રહે છે કે આવનાર દિવસોમાં જીલ્લાની તમામ હોસ્પિટલોને આધુંનિક અને સુસજ્જ બનાવવા કોણ આગેવાની ઉપાડે છે.