ડેડીયાપાડા: ઉનાળાના બળબળતા પોરની ગરમીમાં ડેડીયાપાડાના વાંદરી ગામમાં આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં ઘરવખરીનો સામાન, રોકડ રકમ સહિત માઇક મંડપ અને દૂધ મંડળીનો સામાન જેવી લગભગ 85 લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડાના વાંદરી ગામમાં રહેતા અમરસિંગ કાંતિભાઈ વસાવાના ઘરમાં સવારના શોર્ટ સર્કિટથી અચાનક આગ લાગતાં આખું ઘર બળીને ખાખ થઇ ગયું હતું. આ મકાનમાં દૂધ મંડળીના સાધનો સાથે મંડપ અને માઇકનો પણ સમાન બળી ગયા હતા. આ આગની ઘટનાની જાણ થતાં ગામના તલાટી મામલતદાર અને પોલીસ પણ આવી ગઈ હતું.
બાદમાં રાજપીપળા ફાયર પાણીના છંટકાવ કરી સામાન બચાવવાની કોશિશ કરાઈ પણ બધો જ સામાન બળીને ખાખ ગયો હતો. જો ડેડીયાપાડામાં ફાયર સ્ટેશન હોત તો આ ઘટનામાં સમાન બચી શક્યો હોત હોવાનું જણાવા લોકો કહી રહ્યા હતા.