સેલવાસ: સમગ્ર દેશન જેમ દાદરા નગર હવેલીમાં પણ લોકસભાની ચુટંણીનો લોકોમાં અને અલગ અલગ પક્ષમાંથી ઉમેદવારી કરી રહેલાં ઉમેદવારો રાજકીય માહોલ જામ્યો છે ત્યારે પાંચ જેટલાં ઉમેદવારોનું નામ ફાઇનલ થયા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ દાદરા નગર હવેલીમાંથી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી અજિત રામજીભાઈ માહલા, ભાજપમાથી કલાબેન ડેલકર, બહુજન સમાજ પાર્ટીમાંથી સંદીપભાઈ બોરસા, ભારત આદિવાસી પાર્ટીમાંથી દીપકભાઈ કુરાડા અને અપક્ષ (સ્વતંત્ર)માંથી શૈલેષભાઈ વરઠાએ લોકસભા 2024 માં ઉમેદવારી કરી રહ્યા છે.

દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્યાં હાલમાં શિવસેના તરફથી કલાબેન મોહનભાઇ ડેલકર સાંસદ તરીકે હતાં તેઓ આ વખતે ભાજપમાંથી પોતાનું ઉમેદવારી કરી રહ્યાં છે ત્યારે આ વખતે સેલવાસની જનતાન નિર્ણંય શું હશે પુનરાવર્તન કે પરિવર્તન ? આ જોવું રસપ્રદ રહેશે એ નક્કી છે.