નવસારીઃ વાંસદા તાલુકામાં 26 વલસાડ (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 177 વાંસદા (અ.જ.જા) વિ.સ.મ.વિ, મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, વાંસદાની હાજરી અને માર્ગદર્શન હેઠળ આજરોજ વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે, ગરબા, કઠ પૂતળી, નાટક જેવા પરંપરાગત માધ્યમો થકી આગામી ચૂંટણીમાં મતદાન માટે પ્રેરીત કરાયા હતા.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ સાથે નવા મતદારો કે જે પહેલી વખત મતદાન કરનાર છે તેમના અભિવાદન તેમજ એક વખત મતદાન કરેલ યુવા મતદારોના અનુભવ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા તમામ યુવા મતદારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સુત્રો,બેનરો હાથમાં રાખી મતદાનના ગરબા ગાઇ કાર્યક્રમની પુર્ણાહુતિ કરી હતી.
આ સાથે આગામી તા. 07/05/2024 ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા સૌ સંકલ્પબધ્ધ થયા હતા.