ચીખલી: હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લૂ લાગવાથી અને આરોગ્યને લઈને વ્યક્તિઓ પર વિપરીત અસરો જોવા મળી રહી છે આ વિષે લોકજાગૃતિ આવે અને લોકોના સ્વાસ્થ્ય સારું રહે એવા ઉદ્દેશ સાથે ચીખલી તાલુકાના માંડવ ખડક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લૂ લાગવાથી બચવા અને સારસંભાળ લેવા ગ્રામજનોને માહિતી આપવામાં આવી રહી છે.

Decision News સાથે વાત કરતાં ડો. ચંદ્રકાન્ત પટેલ જણાવે છે કે હીટ વેવના – ( લક્ષણો ) વાત કરીએ તો.

– શરીર અને હાથ પગમાં અસહ્ય દુખાવો
– ખૂબ તરસ લાગવી.
– ગભરામણ થવી.
– ચક્કર આવવા. શ્વાસ ચઢવો.
– હદયના ધબકારા વધી જવા.
– તાવ ખૂબ વધી જવો.

❖ લૂ લાગવાથી આ પ્રકારના ખૂબ ગંભીર લક્ષણો આપને જોવા મળી શકે છે
ખેચ આવી શકે, બોલવામાં ખૂબ તકલીફ પડે, અને બેભાન થવું.

❖ ગરમીથી થતી લૂ લાગવાથી થતી વિપરીત અસરોથી બચવા માટે આ પગલાં ભરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી આ પગલાં લેવા સૂચનો કરવામાં આવ્યા છે – ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો. .- સગર્ભામાતા , નાના બાળકો , વુધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહીં. – ઉનાળામાં સફેદ, સુતરાઉ કાપડ અને ઢીલા અને આછા ઝાંખા કલરના કપડાં પહેરવા.- દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું.
( લીબુ શરબત , ફળનું જુશ પીવું. ) – ભીના કપડાથી માથું ઢાકી નાખવું . અવાર-નવાર ભીના કપડાથી શરીર લૂછવું. – ઝાડ ની છાંયડામાં બેસવું . – શક્ય હોય તો બપોરે ૧૨ પહેલા અને સાજે ૩.૩૦ પછી ખેતી કામ કે અન્ય કામો કરવા. – બપોરે જવાનુ થાય તો છત્રીનો ઉપયોગ કરવો જણાવે છે.

જન હિત માટે આયોગ્ય વિભાગ તરફથી મહત્વનો સંદેશો લઈને પ્રાથમિક આરોગ્ય માંડવખડક કેન્દ્રમાં કામ કરતાં FHW આરતી, જ્યોતિકા, રાગીના, વિલાશબેન, નિરલ, CHO હિરલ, શ્રીદેવી, જયમતી, ડિમ્પલ અને બીજા કાર્યકર યોગેશ મુકેશ કનૈયા નરેશ, દમુબેન અને મનહરભાઈ તથા તેજશભાઈ તથા અન્ય આશાઓ વગેરે લૂ ન પ્રકોપથી લોકો વચ્ચે જઈ માહિતી આપી રહ્યાં છે અને વધુ તફલીફ લાગતાં સારવાર લેવા હોસ્પિટલ આવવા કહી રહ્યા છે.