નર્મદા: ગુજરાત રાજયની પૂર્વ પટ્ટી વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણી દીપડો દેખાયાના અનેક વિડિયો અને ફોટો વિડિયો વાયરલ થતા રહે છે ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલ ખોખરાઉંમર ગામની સીમના ખેતરોમાં કુતરાઓને ફાડી ખાધેલી હાલતમાં દેખાયા હતા.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ જેની જાણ ગામના જાગૃતિ યુવાનોએ તેમજ ખેડૂતો દ્વારા જંગલ ખાતાના અધિકારીઓને જાણ કરતા તાત્કાલિક ધોરણે જંગલ ખાતું એક્શનમાં આવી વન્ય પ્રાણી પકડવા માટેના પાંજરાઓ મૂકવામાં આવ્યા સાથે પુષ્ટિ કરવા માટે નાઈટ વિઝ્યુલ કેમેરા મુકવામાં આવ્યા હતા જે કેમેરામાં ગઈકાલે સવારના આશરે આઠ વાગ્યાના સમય દરમિયાન એક દિપડો કેમેરામાં કેદ થયો છે, જેના પરથી પુષ્ટિ થઈ શકે છે આ વિસ્તારમાં દિપડો હોવાની લોક ચર્ચા સાચી સાબિત થઈ છે.

લોકોએ સાવચેતી રાખવી જોઈએ કારણ કે, ઉનાળાનો સમય હોય ત્યારે ઘરની બહાર સુતા લોકો એ સાવચેતી રાખવાની જરૂર છે. ખેડૂતોના પશુઓ બહાર બાંધેલા હોય જેની દેખભાળ રાખવું જરૂરી બન્યું છે. ડેડીયાપાડા થી ખોખરાઉંમર રોડ પરથી પસાર થતા મુસાફરો અને ચાલતા જતા વિદ્યાર્થીઓ સાવચેતી રાખવી જોઈએ.