વલસાડ: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગતરોજ વલસાડ કચેરીએથી મળેલાં તાજા જાણકારી મુજબ વલસાડ લોકસભા બેઠક પર INDIA ગઠબંધનમાંથી અનંત પટેલ, ભાજપમાંથી ધવલ પટેલ અને VVIP અને બસપા અને અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ: 27- વલસાડ લોકસભા બેઠક પર સાતમા દિવસે બે અપક્ષ સહિત કુલ ૫ ઉમેદવારે ફોર્મ ભર્યા લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 સંદર્ભે 27- વલસાડ બેઠક પર આગામી તા. 7 મે ના રોજ મતદાન થનાર છે ત્યારે ફોર્મ ભરવાના સાતમા દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલ લક્ષ્મણભાઈ પટેલ (ઉ.વ.37, રહે. એ-81, સ્વસ્તિક રો-હાઉસ, વિજ્યાલક્ષ્મી કો.ઓ.હા.સોસાયટી, જહાંગીરાબાદ, સુરત)એ અગાઉ 3 ફોર્મ ભર્યા બાદ આજે ચોથુ ઉમેદવારી પત્ર જિલ્લા ચૂંટણી અધિકારી-વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક સમક્ષ ભર્યુ હતું.

આ સિવાય વીરો કે વીર ઈન્ડિયન પાર્ટી (વીવીઆઈપી)ના ઉમેદવાર જયંતિભાઈ ખંડુભાઈ શાળું (ઉ.વ. 59, રહે. મુ.પો.કાંગવી, નદી ફળિયુ, તા. ધરમપુર, જિ. વલસાડ), રમણભાઈ કરશનભાઈ પટેલ (ઉ.વ. 51, રહે. 405, શેઠીયા નગર, પારડી સાંઢપોર-2, તા.જિ. વલસાડ) એ અપક્ષ તરીકે, મનકભાઈ જતરૂભાઈ શાનકર (ઉ.વ. 64, રહે. ખોરા ફળિયુ, મુ.પો.કણધા, તા. વાંસદા, જિ.નવસારી)એ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે અને ચિરાગકુમાર ભરતભાઈ પટેલ (ઉ.વ. 32, રહે. ભીનાર, ભાઠેલ ફળિયા, તા.વાંસદા, જિ.નવસારી)એ અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યુ હતું. આમ તા. 12 એપ્રિલથી તા. 18 એપ્રિલ સુધીમાં કુલ 14 ઉમેદવારી પત્રો ભરાયા છે.