વાંસદા: ગતરોજ બપોરના સમયે વાંસદા તાલુકાના મીઢાબારી ગામમાં અંકલાછ ગામના સસ્તા અનાજની દુકાનના માલ ભરેલો ટેમ્પો સાથે એક ટ્રક અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં ટેમ્પો ચાલક ગંભીર રીતે ઘાયલ થયાનું જાણવા મળ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના મીઢાબારી ગામ પાસે અંકલાછ ગામના સસ્તા અનાજની દુકાનના માલ ભરેલો GJ-15-‘ ‘2889 નંબરના ટેમ્પોના ચાલક દ્વારા બ્રેક ફેઈલ થઇ જતા એક ટ્રકને પાછળથી અથડાવી દેતા અકસ્માતની ઘટના બની હતી જેમાં ટેમ્પો ચાલકને ગંભીર ઈજા તથા ટેમ્પોને આગળથી ખાસ્સું નુકશાન થયાનું દ્રશ્યોમાં જોવા મળે છે.
આ ઘટના વિષે માહિતી આપતાં અક્ષય ગાંવિત જણાવે છે કે આ ઘટના ટેમ્પાની બ્રેક ફેઈલ થઇ જવાના કારણે બપોરના સમયે વાંસદા તાલુકાના મીઢાબારી ગામ પાસે બપોરના સમયગાળા દરમિયાન થઇ હતી. આ ટેમ્પો અમારા અંકલાછ ગામની સસ્તા અનાજના દુકાનનો માલ ભરેલો હતો. ટેમ્પો ચાલકને ઈજા થઇ છે.