વાપી: વલસાડ જિલ્લાના વાપી અનાવિલ હોલ ખાતે આજે મુખ્યમંત્રી મહેમાન બન્યા હતા. જેમા હાલની લોકસભાની ચૂંટણીને લઈ મુખ્યમંત્રીએ ભાજપના કાર્યોકરો સાથે બેઠક કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ જેમા જિલ્લાના વિવિધ સમાજના અગ્રણી સાથે ખાસ બેઠક કરી હતી. સાથે સાથે વલસાડ ડાંગના ઉમેદવાર ધવલ પટેલને વિજયી બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, તમામ તાલુકાના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતા તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

વલસાડ લોકસભા બેઠકની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. બંને પાર્ટીના ઉમેદવારો અને અગ્રણીઓ મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે વલસાડ જિલ્લાના વાપી ખાતે અનાવિલ સમાજના હોલમાં જિલ્લાના BJPના કાર્યકરો સાથે રાજ્યના મુખ્યમંત્રી ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે વાપી પહોંચ્યા હતા. જ્યાં તેઓ વાપીમાં વલસાડ જિલ્લાના ભાજપના પદાધિકારીઓ અને અગ્રણીઓ સાથે બૃહદ બેઠક કરી હતી.

આ બેઠકમાં રાજ્યના નાણામંત્રી દેસાઈની, ભાજપ ઉમેદવાર ધવલ પટેલ, ભાજપના ધારાસભ્યો,ભાજપના પ્રમુખ અને સમગ્ર સંગઠનની સાથે જિલ્લાની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત નગરપાલિકા સહિતના ભાજપના ચૂંટાયેલા સભ્યો અને પાર્ટીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વલસાડ લોકસભા બેઠક પર ભાજપ ના ઉમેદવાર ને આ વખતે 5 લાખથી વધુ મતની લીડથી જીતાડવા બુથ લેવલ સુધી કામ કરી અને સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી લઈ જવા હાકલ કરી હતી.