વલસાડ: વલસાડ 26 સંસદીય મતદાર વિભાગના ઉમેદવારી પત્રો મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, વલસાડને, પ્રાંત કચેરી વલસાડએ 12 એપ્રિલ 2024 થી 19 મી એપ્રિલ 2024 સુધીમાં (જાહેર રજાના દિવસ સિવાય) કોઈ પણ દિવસે સવારના 11 થી બપોરના 3 વાગ્યા સુધીમાં ઉમેદવારના ફોર્મ ભરવા નોટીશ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ 12 એપ્રિલ 2024 થી 19 મી એપ્રિલ 2024 સુધીમાં સવારના 11 થી બપોરના 3 વાગ્યા સુધીમાં ઉમેદવારના ફોર્મ ભરવા નોટીશ બહાર પાડવામાં આવી છે. અને ઉમેદવારી પત્રોની ચકાસણી 20 મી એપ્રિલ 2024 ના રોજ સવારે 11 કલાકથી ચૂંટણી અધિકારી 26-વલસાડ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર વલસાડ દ્વારા કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી, વલસાડમાં કરાશે.

ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મુકનાર પૈકી એક વ્યક્તિ કે ઉમેદવાર જેને લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેના ચૂંટણી એજન્ટ ઉમેદવારી પાછી ખેંચવાની નોટીસ તેમની કચેરીમાં 22 એપ્રિલ 2024 ના રોજ બપોરના 3 વાગ્યા પહેલાં કરી શકશે. અને આપણે જાણીએ છીએ તેમ મતદાન 7મી મેં 2024 ના રોજ સવારના 7થી સાંજના 6 કલાક દરમ્યાન થશે.