નાંદોદ: 7 માર્ચ 2024 રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આશ્રમશાળા બિતાડા તા. નાંદોદ જિ. નર્મદા ખાતે ભરૂચ-નર્મદા જિલ્લાના આશ્રમશાળા કર્મચારી સંઘની કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ સંઘશ્રીની કારોબારી મિટિંગમાં દૂર દૂર થી આશ્રમશાળાના કર્મચારીઓ આવ્યા હતા. સામાન્ય રીતે આશ્રમશાળામાં નિવાસી શાળા હોવાથી બાળકો હોસ્ટેલમાં રેહતા હોય એટલે તેમની જવાબદારીને લીધે બધા જ કર્મચારીઓને આવવું શક્ય નોહતું તેમ છતાં મોટી સંખ્યામાં શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક અને નિવૃત કર્મચારીઓએ હાજરી આપી હતી.
સંઘશ્રીની મિટિંગનો મુખ્ય એજન્ડા ભરૂચ-નર્મદા જિલ્લાના આશ્રમશાળા કર્મચારી સંઘની જૂની કમિટીને બરખાસ્ત કરી અને પારદર્શકતાથી ચુંટણીનું આયોજન કરીને સંઘશ્રીની ત્રણ વર્ષ માટે નવી કારોબારી કમિટીનું નિર્માણ કરવાનું તેમજ આશ્રમશાળા કર્મચારી પરિવારમાં નવા નિમણૂક પામેલ વિદ્યા સહાયકો તેમજ શિક્ષણ સહાયકોનો પરિચય, તદુપરાંત નિવૃત કર્મચારીઓને સન્માન તેમજ આશ્રમશાળાના કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆત બાબતોને લક્ષ રાખીને મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું મિટિંગની શરૂઆત ભારતીય સંસ્કૃતિની પરંપરા મજબ દીપપ્રાગટ્ય તેમજ પ્રાર્થના થી કાર્યક્રમની શરુઆત કરી હતી