કપરાડા: ભાજપના ગઢ બની રહેલાં કપરાડા તાલુકામાં હવે લોકસભા 2024 ચુંટણીને લઈને વિરોધ વંટોળ દેખાય રહ્યા છે. ભાજપ લોકસભા ઉમેદવારનો વાંસદા ચીખલી ધરમપુર બાદ હવે કપરાડા તાલુકામાં વિરોધના બેનરો જાહેર રસ્તા પર લાગ્યાના દ્રશ્યો ગતરોજ વાયરલ થયા છે.
ધરમપુરમાં મીડિયા સમક્ષ 5 લાખ ની કપરાડામાંથી લોકસભામાં લીડ આપવાનો પોકળ દાવો કરનારા કપરાડા ધારાસભ્યના પોતાના ગઢમાં પોતાના પુત્રની હોસ્પીટલના થોડે દૂર ભાજપ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલના વિરોધના જે જાહેર રસ્તા પર બેનરો લાગ્યા તેને તો તેઓ અટકાવી શક્યા નહિ.. તો 5 લાખની લીડની વાત દુર રહી એમ લોક હાસી ઉડાવી રહ્યા છે. હવે ભાજપના સંગઠનમાં જ વિરોધ ઉઠાવાની 80 સંભાવના જોવા મળી રહી છે ત્યારે જીતુભાઈની રાજકીય સફરને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.
વલસાડ આપ પ્રમુખ જયેન્દ્ર ગાંવિત જણાવે છે કે ભાજપના મોવડી મંડળ સામે વટ પાડવા અમારા કપરાડાના ધારાસભ્ય જીતું ચૌધરીએ 5 લાખની લીડ કાઢવાની વાત કહી છે તે હવામાં ગોળી બાર કર્યો છે. હવે જીતુભાઈ ચૌધરીની લોકપ્રિયતા ઓછી થઇ રહી છે. લોકો હવે ભાજપની સાથે જીતુભાઈને પણ તિરસ્કારી રહ્યા છે આવનારા દિવસમાં જે લોકસભાની ચુંટણી થનાર છે તેમાં જીતુભાઈ ચૌધરીને ધોળા દિવસે લોકો તારા બતાવશે ત્યારે જીતુભાઈના પગ નીચેથી જમીન સરકી જશે એ નક્કી છે.