કપરાડા: વલસાડ- ડાંગ લોકસભાની ચુંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે ભાજપ તરફથી ધવલ પટેલ અને INDIA ગઠબંધન તરફથી અનંત પટેલ ચુંટણી લડવા માટે ઉમેદવારો તરીકે જાહેર થયા છે અને બંને પોતાનું જોર લાગવી રહ્યા છે પણ ગતરોજ કપરાડા વિસ્તારમાં જવાનું થયું તો લોકો સાથે લોકસભા વિષે વાત થઇ ત્યારે.. INDIA ગઠબંધન સપોર્ટ કરતાં લોકોએ કહ્યું કે અનંત પટેલને કહેજો કે ભાજપ તો પછી.. પણ પહેલા કપરાડાના કોંગ્રેસના નેતાઓના અંદરો-અંદરના ડખા તમને હરાવી શકે છે.

અનંત પટેલ INDIA ગઠબંધનના ઉમેદવાર તરીકે ભલે લડી રહ્યા છે પણ તેઓ મૂળ કોંગ્રેસ પક્ષના છે અને કપરાડામાં વર્તમાન સમયમાં કોંગ્રેસ કપરાડામાં મૃતપાય હાલતમાં છે એમ કહેવામાં ખોટું નથી કેમ કે અનંત પટેલ વગર હજુ સુધી કપરાડાના કોંગ્રેસના સંગઠનનો એક પણ નેતા એવો નથી જે એકલાં હાથે લોકો સાથે લોકોના પ્રશ્નો પર કે સમસ્યા કે પછી હાલ લોકસભાની ચુંટણીને લઈને એક મીટીંગ પણ કરી શક્યો હોય.. જો અનંત પટેલ જાય ત્યારે જ કપરાડામાં લોકોની બેઠકો કે જાહેરસભાઓ થાય છે નહિ તો તેરી ભી ચુપ અને મેરી ભી ચુપ.. મીડિયા સામે આવીને કપરાડાનો કોંગ્રેસનો એક પણ નેતા જાહેરમાં લોકોના સમસ્યા મુદ્દે ડીબેટ કરવા તૈયાર નથી.. શું શું કહેવું

સંગઠનો કે પક્ષની બેઠકોમાં મેકઅપ ને વારંવાર જોતા અને પોતાનો ચહેરો ગરમીમાં કાળો ન પડી જાય એ માટે મોઢાં પર રૂમાલ બાંધીને બેસતાં કોંગ્રેસના નેતાઓ લોકોના પ્રશ્નો કે સમસ્યા માટે તો તાપમાં ન શેકાયા હોય.. પણ શું અનંત પટેલને લોકસભાની ચુંટણીમાં વિજય બનાવવા માટે આ તડકામાં તાપ ખાશે.. એસીમાં આરામ કરનારા આ લોકોથી હવે તો જમીની સ્તરના કાર્યકર્તાઓ પણ કંટાળ્યા છે..અને અનંત પટેલને સંદેશો પાઠવ્યો છે કે અનંત પટેલને કહેજો કે ભાજપ તો પછી.. પણ પહેલા કપરાડાના કોંગ્રેસના નેતાઓના અંદરો-અંદરના ડખા અને એક બીજા સાથે નાના બાળકો જેવું વેર રાખી રીસામણા થઇ કાર્યક્રમો કે જમીની સ્તરને નજર અંદાજ કરનારાનેતાઓ તમને હરાવી શકે છે.  અનંત પટેલ સાહેબ આ વાત હલકામાં ન લે તો સારું..