નવીન: ભારત સૂચના પ્રસારણમંત્રીએ વીડીયો કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, દેશભરમાં જેટલા પણ લોકો પ્રેસ આઈડી કાર્ડ લઈને ફરી રહ્યા છે અથવા નકલી ચેનલ ચલાવી રહ્યા છે તેવા લોકોની તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવશે.
જે લોકો RNI વિના સમાચારપત્ર અથવા ચેનલ ચલાવી રહ્યા છે તેમના પર કડક માં કડક કાર્યવાહી થશે. આ વિષયમાં દોષિત વ્યક્તિ પર તાત્કાલિક પગલાં ભરીને તેમની ધરપકડ કરી લેવામાં આવશે. વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે કેટલાક દોષિત લોકોના કારણે સારા, સાચા તેમજ ઈમાનદાર પત્રકારોની છબી ખરડાઈ રહી છે, તેમજ તેમના કાર્ય કરવામાં બાધા ઉત્પન્ન થઈ રહી છે.
તેમણે કહ્યું કે, આખા દેશમાં અમુક પૈસા લઈને નકલી પ્રેસ આઈડી કાર્ડ વહેંચવા તેમજ નકલીપત્રકાર નિયુક્તિ કરવા તથા પ્રેસના નામે બ્લેકમેઈલિંગ કરવાનો ધંધો ચાલી રહ્યો છે. જેના પર અંકુશ લગાવવુ ખૂબ જ જરૂરી છે. આ સંબંધમાં દરેક રાજ્યોના પ્રેસ સૂચના મંત્રાલયને નિર્દેશ આપવામાં આવ્યા છે. જે સમાચારપત્ર/ પત્રિકા ભારત સરકારના આરએનઆઈ દ્વારા રજિસ્ટર્ડ થયેલ હોય અથવા જે ટીવી/રેડીયો સૂચના પ્રસારણ મંત્રાલય દ્વારા રજીસ્ટર્ડ થયેલ હોય તેના દ્વારા પત્રકાર/ સંવાદદાતાની નિયુક્તિ થઈ શકે છે તેમજ ફક્ત તેમના તંત્રી જ પ્રેસ કાર્ડ જારી કરી શકે છે.
જ્યારે ન્યૂઝ પોર્ટલ વિશે પત્રકારોને પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ઇન્ટરનેટ પર ચાલી રહેલ ન્યૂઝ પોર્ટલના રજિસ્ટ્રેશનની જોગવાઈ સૂચના પ્રસારણ મંત્રાલયમાં નથી તેમજ કોઈ પણ ન્યૂઝ પોર્ટલ તેમજ ફક્ત (ડિસ) ટીવી પર ચાલી રહેલ સમાચાર ચેનલ કોઈપણ પ્રકારના પત્રકાર નિયુક્તિ નથી કરી શકતા. પ્રેસ આઈડી પણ જારી કરી શકતા નથી જો કોઈ વ્યક્તિ આવુ કરે છે તો તે ગેરકાયદેસર છે તેમજ તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી સુનિશ્ચિત છે. જો કોઈ RNI વિના પોર્ટલ અથવા સમાચારપત્ર ચલાવતા મળે તો તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.