ડોલવણ: થોડા દિવસ પહેલાં ડોલવણમાં બાહરી યુવક દ્વારા આદિવાસી યુવકની હત્યા કર્યા બાદ ડોલવણ વિસ્તારમાં બહારના ધંધાદારી લોકો સામેનો આદિવાસીઓમાં વિરોધ વધી રહ્યો છે ત્યારે હવે વાંકલા, બેડચીત અને ગડત સુધીના વિસ્તારોમાં આ વિરોધ જોવા મળી રહ્યો છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે આદિવાસી સ્થાનિક યુવકની હત્યા તેના ઘરમાં જ કરાઈ હતી તેનો ભેદ તાપી પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં સામે લાવી દીધો હતો અને આ હત્યામાં બહારના યુવકની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જેન લઈને સ્થાનિક આદિવાસી લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે જેને લઈને આદિવાસી સમાજ દ્વારા ડોલવણ બંધ રાખવાનો નક્કી થયું હતું જેમાં સંપૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો. આ હત્યાનો વિરોધ દિવસે દિવસે ડોલવણ તથા આજુબાજુના વિસ્તારોમાં વિસ્તરી રહ્યો હોવાનું લોકો કહી રહ્યા છે.

હાલમાં વાતાવરણ તંગ બન્યું છે. આદિવાસી પંચ દ્વારા ડોલવણમાં પરપ્રાંતીય લોકોની દુકાનો બંધ કરાઈ હતી અને આગામી તારીખે પહેલી સુધી તમામ પરંપરાતીય દુકાનો બંધ રાખવાનો ફરમાન કરાયું છે. હવે ડોલવણ સહિત ડોલવણ તાલુકામાં આવેલ વાંકલા, બેડચીત તથા ગડત ખાતે આવેલ પરપ્રાંતીય લોકોની દુકાનો બંધ કરાવી વિરોધ થઇ રહ્યો છે ત્યારે પરપ્રાંતીઓ માટે ધંધો રોજગાર કરવો મુશ્કેલ બની રહ્યું છે. આજે ત્રણેય ગામોમાં પરપ્રાંતીય લોકોની દુકાનો બંધ રખાઈ હતી.