વાંસદા: વર્તમાન સમયમાં વલસાડ, ડાંગ, નવસારીના જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આવેલી શાળાના વિધાર્થીઓ કોલેજોમાં અભ્યાસ કરતાં યુવાનો તંબાકુ, ગુટખા, સિગારેટ, વગેરેના નશાના બંધાણી થઇ રહયાની લોકબૂમ જોવા મળી રહી છે.

Decision News ને લોક ફરિયાદ આવી છે કે વલસાડ, ડાંગ કે નવસારીના જિલ્લામાં મોટાભાગની શાળા અને કોલેજો સામે તંબાકુ, ગુટખા, સિગારેટ વગેરે ની બનાવટો દુકાનદારો ખુલ્લેઆમ વેચી વિદ્યાર્થીઓને નશાના આદિ બનાવી રહ્યા છે તેમ છતાં નેશનલ ટોબકો કન્ટ્રોલ દ્વારા કોઈપણ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી આ દુકાનદારો પર કેમ કરવામાં આવી નથી રહી એ સમજાતું નથી

આ ઉપરાંત વિદ્યાર્થીઓ ગાંજા જેવો શરીરને ખોખલા કરી નાખતો નાશોને પણ અપનાવી રહ્યા હોવાનું લોકો કહી રહ્યા છે પણ આદિવાસી વિસ્તારમાં કાર્યરત વહીવટીતંત્ર કે પછી સ્થાનિક રાજકીય નેતા કે આગેવાનો પણ આ મુદ્દે કઈ બોલવા તૈયાર નથી હવે આવનારા સમયમાં વિદ્યાર્થીઓને કે યુવાનોને શું થશે એ તો…