ચીખલી: થોડા દિવસ પહેલા ચીખલી તાલુકાના રાનકુવા સર્કલ પાસે વાંસદામાં આવેલ ક્રિશ્ના હોસ્પિટલના ભુપેન્દ્ર ભાયજુભાઈ થોરાટ દ્વારા ઘટના (સ્થળ પર હાજર લોકચર્ચા અનુસાર) દારૂના નશામાં bmw મીની કૂપર કાર લઇ રોંગ સાઈડે પૂરપાટ ઝડપે આવી અકસ્માત કર્યો હતો.

Decision News ને પોલીસ મથકે થી મળેલી માહિતી મુજબ ફરિયાદી નિતેશ સુરેશભાઈ ધોડીયા પટેલના પિતા સુરેશભાઈ માતા ચંપાબેન સાથે GJ-21-BH-1867 નંબરની સુપર સ્પ્લેન્ડર લઇ સાદડવેલ જઈ રહ્યા હતા. ત્યારે ટાંકલથી રાનકુવા જતા રોડ પર સાંજના સાડા 6 વાગ્યાની આજુબાજુ રાનકુવા ગાયત્રી ફર્નિચરની પાસે સામેથી રોંગ સાઈડે પૂરપાટ ઝડપે આવતી GJ-21-CC-9002 નંબરની bmw મીની કૂપર કારના ચાલકે ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા અને તેઓ ગંભીર ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા

આ ઉપરાંત કાર ચાલકે GJ-21-CD-7729 નંબરની ક્રિયા સેલટોસ અને GJ-21-CA-1868 નંબરની હૂંડાઈ વેરના કાર ને પણ અડફેટે લીધી હતી. પોલીસે GJ-21-CC-9002 નંબરની BMW મીની કૂપર કારના ચાલક ભુપેન્દ્ર ભાયજુભાઈ થોરાટ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીની ગતિવિધિ આગળ વધારી છે.

અકસ્માત સ્થળે હાજર લોકોએ Decision News ને જણાવ્યું હતું કે BMW મીની કૂપર કારના ચાલક ભુપેન્દ્ર ભાયજુભાઈ થોરાટ દારૂના નશામાં ધૂત હતા. તેમને કાર ચાવવાની સુધ્ધા ભાન ન હતી. પણ ચાલકના મેડિકલનો રિપોર્ટ હજુ આવ્યો ન હતો. ભુપેન્દ્ર ભાયજુભાઈ થોરાટે ભુતકાળમાં વાંસદામાં પણ જેગુઆર કારે બે મોટર સાયકલને અડફેટે લીધા હતા સલૂનમાં ગાડી ગુસાડી દીધી હતી.