ઉમરગામ: ગતરોજ ઉમરગામમાં ભાજપના ઉમેદવાર દ્વારા કાર્યકર્તાઓ સાથે મુલાકાતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સ્ટેજ પર ભાજપના નેતાઓની સાથે ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી પણ શાનથી બેસેલા જોવા મળતાં વિવાદ સર્જાયો છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વલસાડ લોકસભા 2024 ચૂટણીમાં ભાજપ તરફથી ધવલ પટેલ લડવાના છે ત્યારે તેમણે ગતરોજ બપોરના સમયે ઉમરગામ વિધાનસભાના વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાતનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેજ પર ભાજપના નેતાઓની સાથે ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી શાનમાં બેઠા હતા તેના ફોટોગ્રાફ્સ વાયરલ થતાં જ વિવાદના વંટોળ ઉઠયો હતો. શું અધિકારીઓ આવી ખુલ્લી રીતે ભાજપના કાર્યકરોના મુલાકાત કાર્યક્રમમાં બેસી શકે ખરા ? લોકોના આ પ્રશ્નનો જવાબ વહીવટીતંત્ર શું હશે ?
આ ઘટનાને લઈને તાલુકા વિકાસ અધિકારી દ્વારા પોતાના સ્વ બચાવ કરતા એવો રદિયો આપ્યો છે કે હું માત્ર હોલના ઉપયોગ અને નિયમોની જાણકારી આપવા માટે પોતે કાર્યક્રમમાં ગયો હતો. આમ કહી વિવાદ પર દબાવવાનો પ્રયત્ન કર્યો હતો.