વાંસદા: ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ તેમજ આઈ. સી. ડી. એસ. વિભાગ, આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે સહભાગિતા, સંકલન સાથે “આરોગ્ય” કાર્યક્રમ દ્વારા કુલ ૧૬ ગામોમાં જેમાં વાંસદાના ૧૦ ગામો લીમઝર, ઘોડમાળ, પીપલખેડ, અંકલાછ, ખાનપુર, ચોંઢા, મોળઆંબા, કણધા, ઉનાઈ અને મોટી વાલઝર અને આહવા ના ૬ ગામો બોરખલ, ગાયખાસ, ટેમૃણઘર્થા, ઉમરપાડા, વિહીરઆંબા, અને ટાંકલીપાડા, માં તારીખ ૯ મી માર્ચ ૨૦૨૪ થી ૧૩ મી માર્ચ ૨૦૨૪ દરમિયાન સુધી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલ મહીલાઓ, આરોગ્ય વિભાગ, ICDS વિભાગ, અને ગામના આગેવાનો મળી વાંસદામાં કુલ ૬૦૮ લોકો અને આહવામાં ૨૨૬ લોકો સહભાગીઓ બન્યા હતા.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૪ની થીમ સ્ત્રીઓમાં રોકાણ અને પ્રગતિને વેગ આપો, આ થીમને મુજબ સ્ત્રીઓમાં રોકાણ અને પ્રગતી એટલે શું ? સ્ત્રીઓમાં રોકાણ એટલે ખાલી પૈસાનું જ રોકાણ નહી, પણ શિક્ષણમાં રોકાણ, કોઈ છોકરી સ્ત્રી ભણવામાં હોશિયાર છે, રમતગમતમાં હોશિયાર છે, તો તેમાં રોકાણ કરો ( એટલે કે એના પાછળ સમય આપો, તેને જરૂરી સુવિધા ઉભી કરી આપો, એને આગળ વધવામાં સહકાર આપો) તે આગળ વધી રહી છે, તો તેને વેગ આપો, એટલે કે તેને સહકાર આપો, આપણે જાણીએ જ છીએ કે એક માતા સો શિક્ષકની બરાબર છે, એક સ્ત્રી ભણેલી હશે તો બે ઘર તારે, એક મજબુત સમાજ બનાવા માટે સ્ત્રીઓના દરેક ક્ષેત્રમાં આગળ આવવું જરૂરી છે, સ્ત્રીઓ જો આગળ હશે તો તેની અસર તેનાં પરિવારથી લઈ સમાજ સુધી કરે છે, આપણે જાણીએ જ છીએ કે જો સ્ત્રીઓ આગળ હશે, સક્ષમ અને જાગૃત થઈ શકાશે.

આ કાર્યક્રમમાં “આરોગ્ય” ટીમ દ્વારા નારી સન્માન મહિલા ઓને પ્રોત્સાહિત કરતું ગીત રજૂ કરી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મહિલા દિવસ શા માટે ઉજવવામાં આવે છે, મહિલા દિવસનો હેતુ શું છે જેની વાત રજૂ કરી ગામની શિક્ષિત મહિલા દ્વારા તેમના જીવના થયેલ પ્રસંગો રજૂ કરી અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ આજે દેશની મહીલાઓ જે સફળતા ના શિખરે છે જેના ઉદાહરણ આપી આજની મહિલા શું શું કરી શકે જેના વિશે સમજ આપી હતી. સાથે આરોગ્ય ટીમ દ્વારા મહિલાઓ પાવર વોક રમત દ્વારા તમારી દીકરીઓ, ગામની સ્ત્રીઓ ને આગળ જવા માટે અને કંઇક બનવું હોય તો તેમને ડગલે ને પગલે સાથ સહકાર આપવો અને એમને સતત પ્રોત્સાહિત કરવું પડશે જેથી આગળ જઈ શકે.અંતે બધા પ્રતિજ્ઞા લઈ આંતર રાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી