સેલવાસ: ગતરોજ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે આદિવાસી સમાજ અને અન્ય સમાજના ગરીબ કોલેજના વિદ્યાર્થીઓ સ્કોલરશીપ ન મળતા કલેક્ટર કચેરી બહાર ભૂખ હડતાલ પર સવારથી લઈને મોડી સાંજ સુધી બેઠા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ના મળતાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રશાસન દ્વારા હજુ સુધી સ્કોલરશીપ આપવામાં નહીં આવતા રોસે ભરાયેલા વિદ્યાર્થીઓએ રેલી કાઢી અને કલેકટર કચેરીને બહાર બેઠા હતા પોલીસ અને પ્રશાસન પણ દોડતું થયું હતું. બનાવની વિગત મુજબ સરકારની એ યોજના અંતર્ગત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની યોજના હાલે બંધ છે થોડા દિવસ અગાઉ જ વિદ્યાર્થીઓ દ્વારા રેલી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ હજુ પણ વિદ્યાર્થીને સ્કોલરશીપ ન મળતા આજરોજ તેઓ કલેકટરની બહાર હડતાલ પર બેઠા હતા હડતાલમાં તેઓ સૂત્ર દ્વારા ભ્રષ્ટાચાર બંધ કરો અમારી સ્કોલરશીપ આપો જેવાં નારાઓ સૂત્રચાર કરી કલેક્ટર કચેરી બહાર ભર તડકામાં બેઠાં હતા.
આ ઘટનાને લઈને લોક ચર્ચાનો દોર શરુ થયો છે કે સેલવાસમાં લોકસભા 2024 ની ચુંટણી આવી રહી છે અને ત્યારે વિદ્યાર્થીઓ સાથે જે પ્રકારનું વલણ જિલ્લા કલેકટર દાખવી રહ્યો છે તે કદાચ ભાજપના ઉમેદવારો કે નેતાઓ માટે નુકશાન કારક સાબિત થશે.